હદ કરી..! અરવલ્લીમાં ભૂમાફિયાઓએ ચોરી કરવા માટે સરકારી ગાડીમાં લગાવી દીધું GPS ટ્રેકર
હિતેશ સુતરીયા, અરવલ્લી : રાજ્ય ભરમાં ખનીજ માફિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ખનીજ માફિયા દ્વારા સતત ખનીજ ચોરી કરી અને ખાણ ખનીજ…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા, અરવલ્લી : રાજ્ય ભરમાં ખનીજ માફિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ખનીજ માફિયા દ્વારા સતત ખનીજ ચોરી કરી અને ખાણ ખનીજ વિભાગને દોડતું કરી રહ્યું છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખનીજ ચોરી આચારવાનો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લા ખાણખનીજ વિભાગની સરકારી ગાડીમાં અજાણ્યા શખ્સોએ પોતાનો ઇરાદો પાર પાડવા જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.
ખાણીજ માફિયા ઓ દ્વારા ખનીજ ચોરી પાર પાડવા માટે કોઈપણ રસ્તો અપનાવવા લાગ્યા છે. આ દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અરવલ્લી જિલ્લા ખાણખનીજ વિભાગની સરકારી ગાડીમાં અજાણ્યા શખ્સોએ જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. ભૂમાફિયાઓએ સરકારી કર્મચારીઓના લોકેશન ટ્રેક કરવા અને પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ કરવા કાવતરું રચાતા ખાણખનીજ વિભાગના માઈન્ સુપરવાઇઝરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નોંધાવી પોલીસ ફરિયાદ
અરવલ્લી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રની સરકારી ગાડીમાં એક કરતાં વધુ અજાણ્યા શખ્સોએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી કર્મચારીઓના લોકેશન ટ્રેક કરવા જીપીએસ ટ્રેકર લગાવી દીધું છે.ખનીજ માફિયાઓ દ્વારા પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ કરવા સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવી સરકારી કામકાજમાં રૂકાવટ કરી સરકારી કર્મચારીઓના લોકેશન જાણીને પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ શરૂ રાખવા નો પ્રયાસ કરવામાં આવ્યો છે. તથા લોકેશન જાણી પોતાના વાહનો અન્ય રસ્તે ડાયવર્ટ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદાથી એકબીજાની મદદગારી કરીને ગુનો આચરતા હોવાના મામલે માઈન્ સુપરવાઇઝર નિલેશકુમાર પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
આ રીતે ઝડપાયું જીપીએસ ટ્રેકર
ખાણખનીજ વિભાગનો સ્ટાફ એક દિવસ મોડાસાથી માલપુરના ફરેડી તરફ સરકારી ગાડી લઈને નીકળ્યો હતો અને બાદમાં ધનસુરા તરફ સરકારી ગાડી ગઈ હતી. પરંતુ ખાણખનીજ વિભાગને ગેરકાયદે ખનીજ વહન કરતું એક પણ વાહન હાથ લાગ્યું ન હતું. ત્યારે આ દરમિયાન ડ્રાઇવર ગાડીની સર્વિસ કરાવવા જતા પાટાની બાજુમાં બાજુમાં અને ડિઝલ ટેન્કની બાજુમાં કાળા કલરનું જૂના ચુંબક વાળું જીપીએસ લગાડેલું મળી આવ્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસે ફરી શરૂ કર્યું ચોકીદાર જ ચોર છે.. તો ભાજપે આપ્યો સણસણતો જવાબ
ADVERTISEMENT
સીમકાર્ડ આધારિત જીપીએસ ટ્રેકર લગાવ્યું
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન કરતા ભૂમાફિયાઓએ સરકારી કર્મચારીઓની વોચ રાખવા અને પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ આચરવા માટે સરકારી ગાડીમાં સીમકાર્ડ આધારિત જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનું ભૂસ્તર શાસ્ત્ર વિભાગના અધિકારી મન ચૌધરીએ જણાવ્યું હતું. જોકે આ સિસ્ટમ લગાવવાથી સરકારી વાહન કયા રસ્તે અને ક્યાં ફરી રહ્યું છે તે સરળતાથી ભૂમાફિયાઓ જાણી શકે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT