કુમાર કાનાણી સામે લક્ઝરી બસ એસોસિએશન લડી લેવાના મૂડમાં, હવે 21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરતમાં નહીં પ્રવેશે
સુરત: ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને DCP ને પત્ર લખ્યો હતો અને ખુલાસો માંગ્યો હતો. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા ખાનગી બસ પર…
ADVERTISEMENT
સુરત: ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને DCP ને પત્ર લખ્યો હતો અને ખુલાસો માંગ્યો હતો. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા ખાનગી બસ પર તવાઈ બોલાવી હતી. ત્યારે સુરતમાં લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશન દ્વારા એક મહત્વની બેઠક યોજાઇ હતી. મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને લખેલા પત્રમાં ખાનગી લક્ઝરી બસનો સુરતમાં પ્રવેશ પર વિરોધ દર્શાવ્યો હતો તેને લઈ મિટિંગમાં મહત્વનો નિર્ણય કરાયો છે. ખાનગી બસ ઓપરેટરો દ્વારા 21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરીને સુરતમાં પ્રવેશ નહીં કરશે તેઓ નિર્ણય કર્યો છે.
ધારાસભ્ય કુમાર કાનાણીની સામે લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશન લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. હવે સુરતમાં ખાનગી બસમાં મુસાફરી કરતા લોકોએ શહેર બહારથી જ બસ પકડવી પડશે . કારણ કે હવે શહેરમાં રાત્રે કે સવારે ખાનગી બસ નહીં કરે પ્રવેશ. શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યાને લઇ સુરત ખાનગી બસ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક અંગે ધારાસભ્ય કુમાર કાનાણીની રજૂઆત બાદ ખાનગી બસ એસોસિએશનની એક બેઠક મળી હતી. જેમાં 150થી વધુ ખાનગી બસના માલિકોએ શહેરમાં બસ નહીં પ્રવેશ કરે તેવો નિર્ણય કર્યો હતો.
પેસેન્જરને લેવા પણ નહીં આવે
21 ફેબ્રુઆરી સવારથી એક પણ લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં અને સુરત શહેરમાં ખાલી થશે નહીં. સુરત શહેરમાંથી ઉપડશે પણ નહીં અને સુરત શહેરમાં મુસાફરોને ભરવા પણ આવશે નહીં. તમામ બસ સુરત શહેર બહાર લસકાણા, વાલક પાટીયા પાસે ઉભી રાખવામાં આવશે. ત્યાંથી બધી બસો ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે.
ADVERTISEMENT
લક્ઝરી બસોને છૂટ આપી દેવી જોઈએ
આ મામલે એસોસિએશનના પ્રમુખે આ મામલે કહ્યું હતું કે, જાહેરનામાની સમયની મર્યાદામાં પણ એક પણ બસ સુરતમાં આવશે નહીં. કારણ કે રાત્રે 10:00 વાગ્યે જાહેરનામું ખુલે છે. 10:30 સુધી ગાડીનો મેમો તંત્ર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત એક સાથે 350 જેટલી બસો 10 વાગ્યા પછી ઉપડે તો રોડ આખો બ્લોક થઈ જાય છે. એ મોટો પ્રશ્ન થાય છે.ખરેખર આ માસ ટ્રાન્સપોર્ટિંગ કહેવાય લક્ઝરી બસોને છૂટ આપી દેવી જોઈએ. જેને જે ટાઈમ અનુકૂળ હોય તેવો તેમના મુસાફરોને છૂટક છૂટક બસ લઈને જઈ શકે છે. જેને લઇ રાત્રે મોટો ટ્રાફિક અટકી શકે છે. 10:00 વાગ્યાનો ટાઈમ શહેરમાં નો એન્ટ્રી નો કર્યો છે ત્યારે દસ વાગ્યે પછી નીકળે એના માટે બસ ઓપરેટર 9:30 વાગ્યા પછી નીકળે છે એટલે શહેરમાં ટ્રાફિક થઈ જાય છે. પરંતુ આ વાત સમજવા કોઈ તૈયાર નથી.
ધારાસભ્ય કુમાર કાનાણી સામે આરપારની લડાઈ
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી એ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો ત્યારે આ પત્રને સામે રોષ ઠાલવતા વધુમાં જણાવ્યું હતું કે શહેરની 350 થી વધુ એક પણ લક્ઝરી બસ સવારે વહેલી આવશે તો પણ અંદર આવશે નહીં. ધારાસભ્ય કુમાર કાનાણી જેમ કહી રહ્યા છે તે મુજબ લક્ઝરી બસો જો સુરત શહેરની પ્રજાને નડતી હોય તો પછી તેમણે બહાર જ રહેવું જોઈએ. સુરતમાં લક્ઝરી બસને લઇ ઊભા કરેલા કુમાર કાનાણીએ પ્રશ્નોને લઇ લક્ઝરી બસ ઓપરેટરોમાં રોષ જોવા મળી રહ્યો છે
ADVERTISEMENT
કુમાર કાનાણી પર ઉઠાવ્યા સવાલો
વરાછામાં બસ ઓપરેટરોની મળેલી મીટીંગ બાદ એસોસિએશનના પ્રમુખે કુમાર કાનાણીની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે કુમાર કાનાણી ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી હોવા છતાં પોતાના મત વિસ્તારમાં અનેક પ્રશ્નો હતા તે કેમ ના ઉપાડ્યા
ADVERTISEMENT
જાણો શું લખ્યું કુમાર કાનાણીએ પત્રમાં
સુરત શહેરમાં પોલીસ કિમશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8 થી બપોરે 1 તથા સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે, અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે, પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેમનું કારણ મને લેખિતમાં દિન-7 માં જણાવશો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT