બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે મહત્વ જાહેરાત, જાણો બજેટમાં કેટલી જોગવાઈ
ગાંધીનગર: નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ…
ADVERTISEMENT
ગાંધીનગર: નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે.સરકારે બજેટમાં પાંચ સ્તંભ રજૂ કર્યા છે. જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ માટે 5580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માનવસંસાધન વિકાસ માટે પાંચ વર્ષમાં 4 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા 5 વર્ષમાં 5 લાખ કરોડનો ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. ૐ કૃષિ ઉધોગની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે 5 વર્ષમાં 2 લાખ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષમાં 2 લાખ કરોડોના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મહિલાઓ અને બાળ વિકાસને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે 754 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી કનુ દેસાઇએ કહ્યું કે, સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ 2001 માં 802 હતો જે વર્ષ 2020માં વધીને 965 નોંધાયો છે. આ વર્ષે મહિલા અને બાલ વિકાસ માટે 6064 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
જાણો શું કરવામાં આવી જોગવાઈ
વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના માટે `1897 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 1452 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે 754 કરોડની બજેટમાં જોગવાઇ કરવામાંવી છે. આ ઉપરાંત 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે 399 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજિત 13 લાખ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવા માટે 126 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે 214 કરોડની જોગવાઇ
રાજ્યમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ સગર્ભામાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર સીંગતેલ આપવામાં આવે છે. જેના માટે 214 કરોડની જોગવાઇ. જ્યારે આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના અમલી કરી છે. જે માટે 133 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરને લઈ બજેટમાં થઈ મહત્વની જાહેરાત, જાણો કોને મળશે લાભ
ADVERTISEMENT
આંગણવાડી કેન્દ્રો માટે 268 કરોડની જોગવાઈ
આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે `૨૬૮ કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. જ્યારે બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા 4 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે જ વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT