ગુજરાત તકના અહેવાલની અસર, રૈયોલીની ગ્રામસભામાં થયેલી બબાલના વાયરલ વિડીયો મામલે થઈ મોટી કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી મહીસાગર: જિલ્લાના રૈયોલી ગામે ગ્રામસભામાં સરપંચ તેમજ સસ્તા અનાજના દુકાનદાર વચ્ચે તું તું મૈ મૈ નો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોને લઈ  ભારે ચર્ચા જામી હતી. ત્યારે હવે આ વિડીયોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીએ વાયરલ વીડિયોની યોગ્ય તપાસ કરાવી સસ્તા અનાજની દુકાનનો પરવાનો 30 દિવસ માટે રદ્દ. કરવામાં આવ્યો છે.

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે ગ્રામસભામાં સરપંચ તેમજ સસ્તા અનાજના દુકાનદાર વચ્ચે તું તું મૈ મૈ નો વિડીયો વાયરલ થયો હતો અને સમગ અહેવાલ મીડિયામાં આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ એક્શન મોડ પર આવી છે.  બાલાસિનોર મામલતદારને વાયરલ વીડિયોના તપાસના આદેશ આપ્યા હતા.  તપાસ બાદ સસ્તા અનાજના દુકાનદાર કસૂરવાર જણાતા મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્તા અનાજના દુકાનદાર પંકજ મહેરા વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્તા અનાજની દુકાનનો પરવાનો 30 દિવસ માટે રદ્દ કર્યો છે

ગુજરાત તક દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સાથે કરી હતી ચર્ચા 
ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના રૈયોલીમાં મળેલ ગ્રામસભા દરમ્યાન સરપંચ અને સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર વચ્ચે રૈયોલી ગામના ગરીબી રેખા નીચે જીવન જવતા ગ્રામજનોને સસ્તા દરે મળતું અનાજ નહિ મળવાના કારણે તું તું મેમે થઈ હતી. અને ગ્રામસભા  થયેલી બાબલનો  વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર વાયરલ વીડિયો વિશે ગુજરાત તક દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સાથે વાત ચિત કરવામાં આવી હતી અને મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારી સી વી પટેલે જણાવ્યું હતું કે બાલાસિનોર મામલતદારને તપાસ સોંપવામાં આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભાજપમાં આંતરીક વિખવાદ? ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિસ્ત સમિતીને 650 જેટલી ફરિયાદો મળી

ગુજરાત તકના અહેવાલની અસર જોવા મળી
તપાસના આદેશ બાદ બાલાસિનોર મામલતદાર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અને આ સમગ્ર અહેવાલ ગુજરાત તક પર પ્રસારીત કરવામાં આવ્યો હતો. તેમજ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે બાબતનો અહેવાલ ગુજરાત તકમાં પ્રસારીત કરવામાં આવ્યો હતો. ત્યારે આ અહેવાલની અસર જોવા મળી છે.  મામલતદાર દ્વારા કરવામાં આવેલ તપસ બાદ સસ્તા અનાજના દુકાનદાર કસૂરવાર જણાતા મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્તા અનાજના દુકાનદાર પંકજ મહેરા વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્તા અનાજની દુકાનનો પરવાનો 30 દિવસ માટે રદ્દ કર્યો છે. તેમજ ગ્રામજનોને રાહત દરે મળતું અનાજ મેળવવા મુશ્કેલી પડે નહીં તે માટે અન્ય સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મેળવવા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT