સોનાના દાંતથી ઓળખાયો આરોપી, મુંબઈ પોલીસે 15 વર્ષથી ફરાર ભાગેડુને પકડી પાડ્યો
કચ્છ: મુંબઈ પોલીસે લગભગ 15 વર્ષ પછી 38 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ભાગેડુની ઓળખ તેના સોનાના ઢોળવાળા દાંતથી થઈ…
ADVERTISEMENT
કચ્છ: મુંબઈ પોલીસે લગભગ 15 વર્ષ પછી 38 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ભાગેડુની ઓળખ તેના સોનાના ઢોળવાળા દાંતથી થઈ છે. પકડાઈ ન જાય તે માટે તે ગુજરાતના કચ્છમાં રહેતો હતો. આરોપી પ્રદીપ પર પોલીસને છેતરવાનો અને ગેરમાર્ગે દોરવાનો આરોપ હતો. જમીન મળ્યા બાદ તે મુંબઈથી ફરાર થઈ ગયો હતો. અને કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો.
2007માં કરી હતી છેતરપિંડી
આ વ્યક્તિ 2007માં એક દુકાનમાં કાપડ વેચનાર તરીકે કામ કરતો હતો. તે કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો અને તેણે 2007માં એક દુકાનદારને 40,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેણે કથિત રીતે દુકાન માલિક અને પોલીસને એમ કહીને ગેરમાર્ગે દોર્યા હતા કે તેણે વેપારી પાસેથી જે પૈસા ભેગા કર્યા હતા તે ચોરાઈ ગયા હતા.
સેલસમેં તરીકે કરતો હતો નોકરી
પોલીસે જણાવ્યું કે આરોપી પ્રવીણ જાડેજા ઉર્ફે પ્રદીપ સિંહ પરેલના હિંદમાતામાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. ફરિયાદી એ.એચ.ગંગર કાપડના વેપારી છે. એક દિવસ ગંગરે સિંઘને તેના ક્લાયન્ટને રૂ. 40,000 રોકડા લેવા મોકલ્યા, પરંતુ તે પૈસા પ્રદીપસિંહે ચોરી લીધા હતા.
ADVERTISEMENT
કોર્ટમાં જમીન મળતા થયો હતો ફરાર
અધિકારીએ કહ્યું, પ્રવીણે પોલીસ અને માલિકને એમ કહીને ગેરમાર્ગે દોર્યા કે કોઈએ તેની ટોયલેટમાંથી પૈસા ભરેલી બેગ ચોરી લીધી છે.” બાદમાં પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રવીણે પૈસા પોતાની પાસે રાખ્યા હતા. “આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: અદાણી અંગેની તપાસ માટે નિષ્ણાંત સમિતિની રચાશેઃ પણ માહિતીઓ ગુપ્ત રખાશે
ADVERTISEMENT
પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી અને જ્યારે પોલીસે પ્રવીણના સાથીદારોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તે કચ્છના સભરાઈ ગામમાં છુપાયેલો છે. પોલીસે એલઆઈસી એજન્ટ તરીકે દર્શાવીને પ્રવીણને મુંબઈ બોલાવ્યો હતો. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT