ટાલ પર વાળી ઉગાડી શકે છે આદિવાસી તેલ? ડોક્ટર્સ પાસેથી જાણો ઔષધિથી બનેલા તેલનું સત્ય

Gujarat Tak

ADVERTISEMENT

Adivasi Oil
Adivasi Oil
social share
google news

Adivasi Oil: આજકાલ સોશિયલ મીડયા પર એક હેર ઓઈલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે, જેનું નામ આદિવાસી હેર ઓઈલ છે. આ તેલને ઘણા સેલેબ્રિટી-ઈન્ફ્લુએન્સર્સ પ્રમોટ કરી રહ્યા છે. જેમાં કોમેડિયન ભારતી સિંહ, કોરિયાગ્રાફર ફરાહ ખાન, યુ-ટ્યુબર એલ્વિશ યાદવ જેવા ઘણા નામ સામેલ છે.

આદિવાસી હેર ઓઈલ વિશે કહવાઈ રહ્યું છે કે, આ તેલ કર્ણાટકના આદિવાસી વિસ્તારના પૂર્વજ વર્ષોથી લગાવતા આવી રહ્યા છે. પરંતુ શિકારનો કાયદો આવ્યા બાદ ત્યાં લોકોએ જંગલી ઔષધીઓથી આ તેલ બનાવવાનું શરૂ કર્યું. આ હેર ઓઈલની જાહેરાત પુરુષ અને મહિલા મોડલ્સ દ્વારા કરવામાં આવે છે, જેમના લાંબા, કાળા વાળ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તેલ ટાલ પર પણ વાગ ઉગાડી શકે છે. આ તેલ વિશે કરવામાં આવેલા દાવા અને તેની સચ્ચાઈ વિશે ડોક્ટર્સ શું કહે છે અને આ તેલ કેટલું ફાયદાકારક છે આ વિશે જાણી લો.

શું કહે છે ડોક્ટર્સ?

મુંબઈના પવઈ સ્થિત ધ ઈન્ટર્ન ક્લિનિકના કન્સલ્ટેન્ટ ડર્મેટોલોજિસ્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. સૈયદ અજારા ટી. હામિદે અમારા સહયોગી ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, મેન્સ હેર બાલ્ડનેસ પુરુષોમાં સૌથી કોમન ગંજાપણુ છે. જેમાં પુરુષોના કાનની આસપાસના વાળ ખરવા લાગે છે અને તેમની હેરલાઈન ઊંચી થવા લાગે છે. પ્રોસ્ટાગ્લૈંડીંન અસંતુલન, વાળના મૂળમાં સોજો, જેનેટિક્સ, ન્યૂટ્રિશન યોગ્ય ન હોવું જોવા અનેક કારણ તેના માટે જવાબદાર છે. વાળ ખરવાનું કારણ ઓળખવું અને તેની સારવાર કરવી જરૂરી છે. માત્ર હેર ઓઈલથી તેને ઠીક ન કરી શકાય.

આ પણ વાંચો

ADVERTISEMENT

ડો. અજારા કહે છે કે, આદિવાસી હેર ઓઈલમાં ઉપયોગ થનારી સામગ્રીનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જોકે તેમાં કેટલાક એલોપથિક ગુણ હોઈ શકે છે. આ તેલમાં આમળા છે જે વાળના ગ્રોથ માટે ફાયદાકારક છે. તેમાં લીમડાના પાનમાં એજાડિરેક્ટિન અને નિમ્બિડિન એલ્કલોઈડ હોય છે. જે સ્કેલ્પને સંક્રમણથી રોકે છે.

અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશનનું કહેવું છે કે વાળ ખરવાના ઘણા કારણ હોઈ શકે છે, જેમાં હાર્મોનલ ફેરફાર, સ્ટ્રેસ, પર્યાવરણ, વધારે કેમિકલ વાળું શેમ્પૂ, ખાન-પાનમાં ફેરફાર વગેરે.

ADVERTISEMENT

તેલ લગાવવાથી વાળમાં અન્ય સમસ્યા થઈ શકે?

ગુરુગ્રામના સીકે બીરલા હોસ્પિટલમાં સ્કીન રોગ એક્સપર્ટ અને હેર કેર એક્સપર્ટ ડો. રૂબેન ભસીન પાસીનું કહેવું છે કે, જો તમારા વાળ ખરવાનું કારણ ડેન્ડ્રફ હોય તો તમે તેને ઠીક કરી શકો છો. હેર ઓઈલથી તેમાં મદદ નહીં મળે. હેર ઓઈલ અને અન્ય ટ્રિટમેન્ટથી વાળને હેલ્થી બનાવી રાખવામાં મદદ મળી શકે છે. 

ADVERTISEMENT

ડો. પાસીનું કહેવું છે કે, વાળમાં તેલ લગાવવાનો મુખ્ય હેતુ તમારા વાળને ચીકણા કરવાનો છે. તેને ડેન્ડ્રફ સાથે કોઈ સંબંધ નથી. તેનાથી વિપરીત જો કોઈ વધારે તેલ નાખે તો તેના વાળમાં ડેન્ડ્રફ થઈ શકે છે. કંપનીનું કહેવું છે કે સારા પરિણામ માટે દિવસમાં 2 વખત તેલ નાખવું જોઈએ. જો કોઈ આમ કરે તો ડેન્ડ્રફની સમસ્યા કદાચ વધી શક છે. કારણ કે ભેજવાળા વાતાવરણમાં ફુગ અને બેક્ટેરિયા વધુ થાય છે.

ડોક્ટર્સનું કહેવું છે કે, આ તેલની સામગ્રીઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. માત્રે સેલેબ્સ અને ઈન્ફ્લુએન્સર્સના કહેવા પર તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. કોઈ આધાર વિનાના તેલનો ઉપયોગ કરવાના બદલે તમે હેરફોલ, ડેન્ડ્રફ અને અન્ય વાળની સમસ્યાથી પરેશાન હોય તો પહેલા ડોક્ટરનો સંપર્ક કરો. 

    follow whatsapp

    ADVERTISEMENT