વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાની માગ કરતા યુવકને પતાવીને દાટી દીધોઃ હાલોલ પોલીસે કર્યો પર્દાફાશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર. ગોધરાઃ હાલોલ તાલુકાના રવાલિયા ગામેથી 7મી જાન્યુઆરીએ ઘરેથી હાલોલ જઈને આવું છું તેમ કહી ગુમ થયેલા યુવાનની હત્યા કરીને લાશ દાટી દીધી હોવાનો ભેદ રવિવારે હાલોલ રૂરલ પોલીસે ખોલી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જ્યારે હત્યાનો ભોગ બનનાર મૃતક યુવાન આરોપી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનું અવાર નવાર દબાણ કરતો હોવાને કારણે આરોપીએ તેની હત્યા કરી હોવાનું ચોકાવનારું કારણ 59 વર્ષીય આધેડ આરોપીએ કબુલતા સમગ્ર પંથકમાં ખળભળાટ સાથે નીત નવી ચર્ચા ઉઠવા પામી છે.

કેવી રીતે બની ઘટના
બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના રવાલીયા ગામે મોટું ફળિયુમાં રહેતા 34 વર્ષીય સુમનભાઈ ચંદ્રસિંહ પરમાર ગત તા.07/01/2023 ના રોજ મોડી સાંજના સુમારે પોતાની બાઈક લઈને પોતાના ઘરેથી હાલોલ જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો. જેમાં મોડી સાંજ સુધી સુમન ઘરે ના આવતા પરિવારજનો તેની શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ પણ સુમનનો કોઈ પણ પત્તો ન લાગતાં તેના મોટાભાઈ સુરેશભાઈ ચંદ્રસિંહ પરમારે તારીખ 10/01/2023ના રોજ હાલોલ પોલીસ મથકે સુમનના ગુમ થયા અંગેની જાણકારી આપતા પોલીસે જાણવા જોગ નોંધ કરી રૂરલ પોલીસે ગુમ થનાર સુમનને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

DRI નો સપાટો, ચીનથી આવતો રૂ. 80 કરોડના ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટનો જથ્થો કર્યો જપ્ત

મોબાઈલ બંધ-ચાલુ કરીને પોલીસને દોડાવતો
હાલોલ પોલીસ મથકના પી.આઇ.આર.એ. જાડેજાની આગેવાની અને માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે તપાસ દરમિયાન સુમનનો મોબાઇલ નંબર મેળવી તેના કોલ ડીટેલ કઢાવી તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસે નજીકના સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળના નિવેદનો નોંધ્યા હતા. જેમાં શકમંદ તરીકે હાલોલ તાલુકાના નવાગામ રાઠવા ફળિયા ખાતે રહેતો 59 વર્ષીય આઘેડ રણછોડ ભીખાભાઈ રાઠવા પોલીસની નજરમાં આવ્યો હતો. તેમજ પોલીસને રણછોડભાઈની હિલચાલ તેમજ ચાલ ચલગત અતિ શંકાસ્પદ જણાતા પોલીસે તેની સધન પૂછપરછ હાથ ધરતા રણછોડ પોલીસની કડક અને સધન તપાસમાં ભાંગી પડ્યો હતો અને તેણે પોતે જ સુમનની હત્યા કરી હોવાનું કબૂલી સમગ્ર બનાવની વિગતો પોલીસને આપી હતી. સુમનનો મોબાઈલ તેની પાસેથી મળી આવ્યો હતો. જે મોબાઇલ સ્વીચ ઓફ કરી તેણે પોતાની પાસે રાખી લઈ અલગ અલગ સ્થળે જઈ અવારનવાર મોબાઇલ ચાલુ કરી પોલીસને ગુમરાહ કરતો હતો. જ્યારે તે સુમનના પરિવારજનો સાથે સુમનને શોધવામાં પણ સાથે રહેતો હતો અને તેઓની તમામ હિલચાલ પર અને તેમજ ગતિવિધિઓ પર નજર રાખતો હોવાનું પણ તેને કબૂલ્યું હતું. તેમજ તેણે સુમનની બાઇકને કડાછલા ગામે નર્મદાની કેનાલ પાસે સુમનના પરિવારજનોને ગુમરાહ કરવા માટે મૂકી દીધું હોવાનું કબૂલ્યું હતું.

ADVERTISEMENT

કુહાડીના ઘા મારીને હત્યા કરી
રણછોડ પોલીસની કડક અને સધન તપાસમાં ભાંગી પડેલા 59 વર્ષના આધેડે પોતે જ સુમનની હત્યા કરી હોવાનું કબુલતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુમનના ગુમ થવાના બીજા દિવસ એટલે કે તારીખ 8/01/2023 ના રોજ બપોરના સુમારે રણછોડ ભીખાભાઈ રાઠવાએ પોતાના ખેતરની ઝૂંપડીમાં સુમનને કુહાડીના ઘા મારી તેની કરપીણ હત્યા કરી હતી અને પોતાના જ ખેતરમાં સુમનની લાશને દફનાવી દીધી હતી. જેમાં પોલીસે વધુ ઝીણવટભરી પૂછપરછ કરતા કરતા સુમનની હત્યા કરવાનું કારણ રણછોડે જણાવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે સુમન અવારનવાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનું દબાણ કરતો હોઈ તેને આવું પગલું ભરી તેની હત્યા કરી છે.

વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાની માગ કરતા યુવકને પતાવીને દાટી દીધોઃ હાલોલ પોલીસે કર્યો પર્દાફાશ

લાશ સળી ગઈ હતી, પોલીસે ભાઈ પાસે કરાવી ઓળખ
જેમાં પોલીસે રણછોડના ખેતરમાંથી હત્યા કરીને દાટી દીધેલા સુમનની લાશને હાલોલ પ્રાંત અધિકારી ડૉ. મયુર પરમાર સહિતના અધિકારીઓની હાજરીમાં બહાર કાઢતા અત્યંત ડી-કમ્પોઝ થયેલી હાલતમાં સુમનની લાશ મળી આવતા પોલીસે તેના ભાઈ સુરેશ પાસે લાશની ઓળખ કરાવી આરોપી રણછોડ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે સુમનના ગુમ થવાના ટૂંકા ગાળામાં હાલોલ રૂરલ પોલીસે ગુમ થયેલા સુમન થવા પાછળ તેની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવા માટેની સફળતા મેળવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT