અમદાવાદના ઉદ્યોગપતિઓ UPમાં 38 હજાર કરોડનું રોકાણ કરશેઃ જાણો કોણ છે આ ઈન્વેસ્ટર્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને તેમના રાજ્યમાં થયેલા મોટા બદલાવો પર અમદાવાદના રોકાણકારોએ પણ પોતાની મોહર લગાવી દીધી છે. શુક્રવારે અમદાવાદની ધ ક્રાઉન પ્લાઝા હોટેલમાં સીએમ યોગીની ટીમે અમદાવાદના રોકાણકારોની સાથે વન ટુ વન B2G મીટિંગ અને રોડ શો કર્યાં હતા. જેના દ્વારા 22 રોકાણકારોએ રૂ.38 હજાર કરોડના MOU પર હસ્તાક્ષર કર્યાં. આ MOU દ્વારા રાજ્યમાં 50 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. સાથે જ, અન્ય કેટલાક રોકાણકારોએ હજારો કરોડના રોકાણો કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ રોકાણકારો આગામી ફેબ્રુઆરીમાં UPની રાજધાની લખનઉ ખાતે યોજાનારી UP ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-23 માં સામેલ થઇને પોતાના રોકાણોને અંતિમ સ્વરૂપ આપશે.

કોણ કોણ હતું સાથે
ઉલ્લેખનીય છે કે યુપીને સર્વોત્તમ રાજ્ય બનાવવા માટે વિવિધ રાજ્યોના મોટા-મોટા શહેરોમાં યોજવામાં આવી રહેલા રોડ શોને કારણે રાજ્યમાં મોટા રોકાણો આવવાનો સિલસિલો સતત ચાલુ છે. કેબિનેટ મંત્રી એ.કે. શર્માએ અમદાવાદમાં B2G બેઠકો અને રોડ શોનું નેતૃત્વ કર્યું હતું અને તેમની સાથે કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદ, રાજ્ય મંત્રી જયેન્દ્ર પ્રતાપસિંહ રાઠૌર અને મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી તેમજ જી.એન. સિંહ સહિત UPના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.

ગોધરા, મહેમદાવાદ પછી પ્રાંતિજમાં પણ ગમે ત્યારે થઈ જશે અંધારુંઃ કારણ કે…

ADVERTISEMENT

રાજ્યમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓને કર્યા આમંત્રિત
શહેરી વિકાસ અને ઊર્જાના કેન્દ્રીય મંત્રી અરવિંદ કુમાર શર્મા અને પી.ડબલ્યૂ.ડી. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે યોગી સરકારની રોકાણ અનુકૂળ નીતિઓ વિશે જણાવીને ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા. આ વેળાએ રાજ્ય મંત્રી જયેન્દ્ર પ્રતાપ સિંહ રાઠૌરે કહ્યું હતું કે યુપીની નીતિઓ અને વાતાવરણ સૌથી શ્રેષ્ઠ છે. તેથી અમે આપ સહુ સન્માનનીય રોકાણકારોને યુપી જેવા મોટા બજારનો લાભ લેવા માટે આમંત્રિત કરી રહ્યાં છીએ.

રૂ.900 કરોડનો મિલ્ક પ્લાન્ટ કરશે અમૂલ, ટોરેન્ટનું સૌથી વધુ રોકાણ
રોડ શોના પ્રથમ દિવસે, આખો દિવસ બિઝનેસ ટુ ગવર્મેન્ટ (B2G) મીટિંગોનો દોર ચાલ્યો. આ દરમિયાન ત્રણ ડઝનથી વધુ રોકાણકારોએ ઉત્તરપ્રદેશના પ્રતિનિધિમંડળ પાસેથી રોકાણની તકો, નીતિઓ હેઠળ મળી રહેલી તમામ પ્રકારની રાહતો અને છૂટ વગેરે વિશે જાણકારી મેળવી. ત્યારબાદ રોકાણકારોએ એમઓયુ ફાઇનલ કર્યા. સૌથી મોટા એમઓયુ ગુજરાતની પ્રસિદ્ધ ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્મા દ્વારા કરવામાં આવ્યા, જે રૂ.25 હજાર કરોડના મૂલ્યના છે. આ સાથે જ, અમૂલ ઇન્ડિયાએ યુપીના બાગપતમાં નવો મિલ્ક પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂ.900 કરોડના એમઓયુ સાઇન કર્યા. આ ઉપરાંત, એક હજાર કરોડ રૂપિયા કે તેથી વધુ મૂલ્યના અન્ય 9 એમઓયુ કરવામાં આવ્યા. રૂ.38 હજાર કરોડથી વધુ મૂલ્યના કુલ 22 એમઓયુ સાઇન કરવામાં આવ્યા.

ADVERTISEMENT

અમદાવાદમાં નિકોલના કોર્પોરેટરને લોકોએ માર માર્યાના CCTV આવ્યા સામે- જુઓ

આ ક્ષેત્રોમાં મળ્યા રોકાણ માટેના પ્રસ્તાવ
યુપીને મિલ્ક પ્રોસેસિંગ યુનિટ્સ, ડેરી ફાર્મ, રિસર્ચ અને ડેવલપમેન્ટ લેબ, ટ્રેનિંગ ઓફ હેરડ્રેસમેન, રિન્યુએબલ એનર્જી, સોલાર સિટી, ફાર્મા પાર્ક, ગ્રીન હાઇડ્રોડજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઇલ, મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઇસ પાર્ક, ડ્રગ્સ, હેલ્થકેર પ્રોડક્ટ, હોટલ ઇન્ડસ્ટ્રી, પર્યટન, કેમિકલ સેક્ટર, ફૂડ અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રી, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી, વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી, ડેટા સેન્ટર, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વગેરે ક્ષેત્રો માટે રોકાણ કરવાના પ્રસ્તાવો મળ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT