બનાસકાંઠાઃ મહેસૂલ વિભાગમાં લાગવગિયા 15 વર્ષથી એક જ તાલુકામાં: 4 ઝોનમાં હેડ ક્વાર્ટર બદલીઓમાં પોલમપોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર,બનાસકાંઠ: એક ચોંકાવનારો અહેવાલમાં બહાર આવ્યો છે કે બનાસકાંઠામાં ડીસા તેમજ પાલનપુરમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટી નિયમોનું ધરાર ઉલંઘન થઈ રહ્યું છે. અહીં આ બન્ને તાલુકાઓમાં અનેક વગદાર કારકુનો અને નાયબ મામલતદારો એક જ તાલુકામાં 15 વર્ષથી વધુ સમયથી મોજથી નોકરી કરી રહ્યા છે. જેમની બદલી થતી નથી માત્ર ટેબલ બદલાય છે. જોકે ખરેખર સરકાર નાં સામાન્ય વહીવટી નિયમ જોઈએ તો દર ત્રણ વર્ષે દરેક ક્લાર્ક અને નાયબ મામલદારોની તાલુકા બહાર બદલી થવી જોઈએ તેવો નિયમ છે. જોકે વગદાર કર્મચારીઓ મલાઈદાર પોસ્ટ પર ચીપકી રહેવા સ્થાનિક નેતાગીરી અને લાગવગનો ઉપયોગ કરી તાલુકા હેડક્વાટર છોડતા જ નથી તેવી સ્પષ્ટ ચર્ચાઓ છે. તો વળી ક્યાંક એક ટેબલ છોડી બીજા ટેબલ પર નોકરીનો પટ્ટો ચેન્જ કરી સરકારની આંખમાં જાણે ધૂળ નાખતા હોય છે. આવા કર્મચારીઓ સરકારના પારદર્શક વહીવટ કરવા બનાવેલા નિયમોમાં બદલી નિયમોને સગવડિયા ઉપયોગ દ્વારા ઘોળી પી ગયા છે. એક અંદાજ મુજબ ડીસામાં સહુથી વધુ સંખ્યામાં આવા ક્લાર્ક અને નાયબ મામલતદાર જોવા મળ્યા છે. જે 10 થી 15 વર્ષથી ડીસા અને પાલનપુરનો મોહ છોડતાં નથી, જ્યારે બીજી તરફ લાગવગ ન ધરાવતા અન્ય કર્મચારીઓ સરહદી તાલુકાઓમાં વર્ષોથી અથડાઈ બદલીમાં ન્યાયથી વંચિત રહેવા પામ્યા છે.

પઠાણ ફિલ્મ રીલીઝ મામલે ધમકી આપનાર સન્ની શાહની અટકાયત, જાણો શું છે મામલો

શું છે ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના નિયમ?
કોઈપણ કર્મચારી એક જ જગ્યાએ ચીટકી રહે, તો તે તમામનો ચિરપરિચિત થાય અને તે રીતે પોતાના સબંધોથી જોડાયેલા લોકો માટે સગવડ મુજબ કામ કરતો થઈ જાય. જેથી તે યોગ્ય રીતે રાજધર્મ નિભાવી શકે નહીં. માટે ન્યાયિક રીતે દરેક મહેસૂલી કર્મચારી કામ કરી શકે તે આશયથી સરકારે દર ત્રણ વર્ષે ક્લાર્ક, નાયબ મામલતદાર અને અન્યોને તાલુકા બહાર એટલે કે તેમના સબંધિત હેડક્વાટરથી અન્ય તાલુકામાં બદલી કરી, વહીવટમાં ન્યાયિક કામ થાય તેવું નિયમન કરે છે.

ગોધરા, મહેમદાવાદ પછી પ્રાંતિજમાં પણ ગમે ત્યારે થઈ જશે અંધારુંઃ કારણ કે…

જિલ્લામાં 4 ઝોનમાં સમયાતંરે, દરેક મહેસૂલી કર્મચારીઓની આંતરિક બદલી..
બનાસકાંઠાને ચાર ઝોનમાં મૂકવામાં આવ્યો છે. જેમાં એ, બી, સી, ડી મુજબના ઝોન પાડવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં દરેક કર્મચારીને તેના નોકરીના સમયગાળા દરમ્યાન ફરજ બજાવવાની હોય છે. જોકે મોટાભાગના મહેસૂલી કર્મચારીઓનો મોહ જિલ્લા મુખ્યાલય પાલનપુર અને ડીસાની મલાઈદાર પોસ્ટ માટે રહે છે. જેમાં સૂઇગામ, વાવ, થરાદ, દાંતા, અમીરગઢ… જેવા તાલુકાઓમાં વગદાર અને પોલિટિકલ બ્રેક ગ્રાઉન્ડ ધરાવતા કર્મચારીઓની 15 વર્ષથી અન્ય ઝોનમાં બદલીઓ થતી જ નથી. કેમકે જો અન્ય તાલુકાઓમાં બદલી થાય તો, રહેઠાણ અને પ્રવાસ કરીને કે અપડાઉન કરીને પણ નિયત સ્થળે નોકરી કરવી પડે, જે વગદાર કર્મચારીઓની ગમતું નથી. જેથી તેઓ અનેક કિસ્સાઓમાં માત્ર ટેબલ બદલી, થોડા મહિનામાં પુનઃ પટ્ટો ચેન્જ કરી મનપસંદ જગ્યાએ ગોઠવાઈ જાય છે. જે અન્ય કર્મચારીઓ માટે અન્યાય હોઇ આ બાબતે અધિક જિલ્લા કલેકટર તેમજ વહીવટી તંત્ર યોગ્ય મોનીટરીંગ કરી, ન્યાય સહુ માટે સમાન ખુશામત કોઈની નહીં સૂત્ર મુજબ, રીઢા અને એક જ જગ્યાએ ચીટકી રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરીને આવા કર્મચારીઓની અન્ય ઝોનમાં બદલી કરી, વર્ષોથી જેમનો હકક છે તેવા કર્મચારીઓને પાલનપુર તેમજ ડીસામાં બદલી કરી ન્યાય આપે તે ઇચ્છનીય અને આ વહીવટી તંત્રનું ન્યાયિક કદમ ગણાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT