પાલનપુર નગપાલિકાની 12કરોડની વેરા વસુલાત: 700 બાકીદારોને નોટિસ, નહીં ભરે તો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય વર્ષોથી પાલનપુર નગરપાલિકા વેરા વસૂલાતમાં નિષ્ક્રિય રહી છે. જેનાથી શહેરીજનો પણ વેરા વસુલાતમાં આગળ ન આવતા ઘરવેરો તેમજ પાણીવેરો જેવા વેરા વસૂલાતા નથી.આમ વસુલાત બાકી રહેતા આ રકમ હવે 12 કરોડ સુધી પહોંચી છે. જોકે હવે મોડે મોડે જાગેલી નગરપાલિકાએ વેરા વસુલાત માટે કાયદાની કડકાઈએ રીઢા બાકીદારોને નોટિસો ફટકારી છે.

વેરાઓ ભરવામાં ઉદાસીનતા અને વસુલાતમાં નિષ્ક્રિયતા
પાલનપુરમાં સરકારી ચોપડે અંદાજિત 58 હજાર જેટલા મિલકત ધારકો નોંધાયેલા છે. જેઓનો મિલકત વેરો, પાણી વેરો અને વ્યવસાય વેરો વર્ષોથી સરકારી ચોપડે બાકી બોલે છે. જે હવે 12 કરોડ પર પહોંચી ગયો છે. આ વસુલાત થાય તો પાલિકાના નિધિ ફંડમાં વધારો થાય તેમ છે. પણ મિલકત ધારકોની ઉદાસીનતા અને વસુલાત ટીમની નિષ્ક્રિયતા એ આ વસુલાત વર્ષો સુધી ન થતા આંકડો 12 કરોડ પર પહોંચ્યો છે. જોકે હવે પાલિકાએ કડક કદમ ઉઠાવી 700 જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારી છે અને કડક કાર્યવાહીની ચીમકી પણ આપી છે.

સમય મર્યાદામાં વેરો નહીં ભરાય તો શું?
પાલનપુર નગરપાલિકાએ હાલ તો નોટિસ પાઠવી 700 જેટલા મિલકત ધારકોને તુરંત પોતાના બાકી લેણાના નાણા કચેરી દરમિયાન ભરી જવા માટે નોટિસ માં અનુરોધ કર્યો છે.જોકે તેમ છતાં પણ નિયત મર્યાદા બાદ નાણા ભરવામાં કસૂરવાર મિલકત ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. અને કોમર્શિયલ મિલકતો ને સીલ મારવામાં આવશે .તો વળી રહેણાંકની મિલકતો ની આવશ્યક સુવિધાઓ પાણી લાઈટ તેમજ સફાઈ બંધ કરવામાં આવશે તેવું નગરપાલિકા સુત્રોએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT