સાપ તો ઘણા પકડે છે પણ આ બંનેને કેમ મળ્યું પદ્મ શ્રીઃ જાણો તેમની કહાની

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ Vadivel Gopal Masi Sadaiyan Padma Shri: દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે કે પદ્મ સન્માનની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી. જેમાં કુલ 106 નામ સામેલ હતા. પ્રજાસત્તાક દિવસના અવસર પર આજે કરવામાં આવેલી આ જાહેરાતમાં ઘણા અજાણ્યા હીરોના નામ પણ સામેલ હતા. લોકો તેમના વિશે એટલું જાણતા નહોતા, પરંતુ આ લોકો પોતપોતાના ક્ષેત્રમાં મહાન કામ કરી રહ્યા હતા. આવી જ એક વાર્તા બે મિત્રોની છે. તેમના નામ વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાં છે. કેન્દ્ર સરકારે બંનેને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આમ તો સાપ પકડનારા આપણે ઘણા જોયા છે, ઘણા લોકો પકડે છે પરંતુ આ બંને વ્યક્તિઓના વ્યક્તિત્વમાં એવું શું ખાસ છે કે તેઓ પદ્મશ્રી માટે લાયક બન્યા છે તે તેમની જીવનની કહાની પરથી જાણી શકાય છે. તો આવો જાણીએ એ ખાસ બાબતો.

કચ્છમાં સરપંચ પુત્રએ કરી દારૂની રેડ, પોલીસ પર હપ્તા ઉઘરાવવાનો લગાવ્યો આરોપ

તેમની છે આ ખાસ કામગીરી
વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાન સાપ પકડનારા નિષ્ણાત છે, જેઓ તમિલનાડુમાં રહે છે. બંને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાં સાપ પકડવા જાય છે. તેમને ગ્લોબલ સ્નેક એક્સપર્ટ માનવામાં આવે છે જે પોતે સાપ પકડે છે અને દુનિયાભરના લોકોને તેના વિશે જાગૃત પણ કરે છે. આ માટે તેમને સામાજિક કાર્ય (પશુ કલ્યાણ) ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવ્યો છે.

બંને મિત્રો ઇરુલા જાતિના છે
વાડીવેલ ગોપાલ અને માસી સદૈયા ઈરુલા જાતિમાંથી આવે છે, જેઓ ખતરનાક અને ઝેરી સાપ પકડવામાં નિપુણતા ધરાવે છે. સરકાર એ પણ સ્વીકારે છે કે ઇરુલા જનજાતિએ એન્ટિટોક્સિન એકત્ર કરીને ભારતમાં આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમમાં ઘણું યોગદાન આપ્યું છે.

ADVERTISEMENT

Shubman Gill Sara: ‘સારા ભાભી જેસી હો…’ શુભમન ગિલને જોઈ સ્ટેડિયમમાં લાગ્યા નારા, કોહલીનું મજેદાર રિએક્શન- Video

નવાઈની વાત એ છે કે વાડીવેલ ગોપાલ અને માસી સદાયને આ બાબતનો કોઈ અભ્યાસ કર્યો નથી. પરંતુ હવે તેઓ સાપ પકડવા માટે દુનિયાભરમાં ઘૂમી રહ્યા છે અને લોકોને સાપ પકડવાની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. સાપ પકડવા માટે, બંને મિત્રો ફક્ત જૂની તકનીકોનો ઉપયોગ કરે છે જે તેઓ તેમના પૂર્વજો પાસેથી શીખ્યા છે.

106 લોકોને પદ્મ સન્માન મળશે
કેન્દ્ર સરકારે આ વર્ષે 106 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કુલ વિજેતાઓમાં 19 મહિલાઓ હતી. કુલ સાત પદ્મ પુરસ્કારો મરણોત્તર આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

અનોખી પહેલ: હવે સોમનાથ દર્શન કરીને હેલિકોપ્ટર દ્વારા સીધા દીવ

આ વખતે સરકારે ઘણા વધુ અનામી ચહેરાઓને પદ્મ સન્માનથી સન્માનિત કર્યા છે. તેમાં સેનામાંથી નિવૃત્ત થયેલા જબલપુરના ડોક્ટર કેપ્ટન એમસી દાવરનો પણ સમાવેશ થાય છે. તે 20 રૂપિયાની ફી લઈને લોકોની સારવાર કરી રહાયો છે. આ સિવાય લિસ્ટમાં એક 67 વર્ષીય મહિલા પણ છે જેણે રેશમ પર સંસ્કૃતમાં ભગવદ ગીતા વણી લીધી છે. બીજી તરફ, જાણીતા લોકોની વાત કરીએ તો પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવ (મરણોત્તર) અને એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા, સુધા મૂર્તિ વગેરેને પદ્મ ભૂષણ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે રાકેશ ઝુનઝુનવાલા, રવિના ટંડન, RRR મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરવાનીને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT