સુરતમાં પતિ રાત્રે જોતો હતો અશ્લિલ વીડિયો પત્ની નારાજ થઈ તો તેને સળગાવી નાખી
સુરતઃ સુરતમાં એક ચોંકાવી દેનારી ઘટના બની છે. સુરમતાં અશ્લિલ વીડિયો જોવા મામલે પતિ અને પત્ની વચ્ચે થયેલા આકસ્મિક ઝઘડાનું પરિણામ ખુબ જ ગંભીર આવ્યું…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં એક ચોંકાવી દેનારી ઘટના બની છે. સુરમતાં અશ્લિલ વીડિયો જોવા મામલે પતિ અને પત્ની વચ્ચે થયેલા આકસ્મિક ઝઘડાનું પરિણામ ખુબ જ ગંભીર આવ્યું છે. પતિ જ્યારે રાત્રે અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો તે પત્ની જોઈ ગઈ ત્યારે પત્ની ઘણી નારાજ થઈ હતી. જે પછી બંને વચ્ચે ઝઘડો થતા ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને જીવતી સળગાવી નાખી હતી.
ડાકોરમાં ફાગણી પુનમની તૈયારીઓ, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો આવી રીતે વધારો
પત્નીએ કહ્યું, પતિ અશ્લિલ વીડિયો જોતો હતો
સુરતના કતારગામની ધ્રુવતારક સોસાયટીમાં રહેતા કિશોર પટેલ અને કાજલ મિશ્રાના હજુ હમણાં વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. કિશોર પોતે રત્નકલાકાર છે. તેમની વચ્ચે આમ તો સામાન્યતઃ અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. પરંતુ ગત 19મી તારીખે પતિ અને પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હતો. પત્ની કાજલનો આરોપ છે કે પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો. જે વીડિયો જોવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે પછી બીજા દિવસે સવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો. ગુસ્સે ભરાયેલા કિશોર પટેલે પત્ની પર જ્વલંતશીલ પદાર્થ ફેંકીને તેને સળગાવી મુકી હતી. આ મામલામાં પોલીસે કિશોરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT