વડોદરામાં ક્રિકેટર Axar Patelની રંગેચંગે નીકળી જાન, જુઓ Video
વડોદરાઃ વડોદરામાં ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન નડિયાદની મેહા પટેલ સાથે આજે ગુરુવારે થવાના છે. દરમિયાન ગુજરાતી વિધિ અનુસાર યોજાયેલા આ લગ્નમાં અક્ષર પટેલની જાન નીકળી…
ADVERTISEMENT
વડોદરાઃ વડોદરામાં ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન નડિયાદની મેહા પટેલ સાથે આજે ગુરુવારે થવાના છે. દરમિયાન ગુજરાતી વિધિ અનુસાર યોજાયેલા આ લગ્નમાં અક્ષર પટેલની જાન નીકળી હતી. જાનૈયાઓ સાથે અક્ષર પટેલ કેવી રીતે તૈયાર થઈને રંગે ચંગે જાન લઈ નીકળ્યો હતો તેના વીડિયો સામે આવ્યા હતા. ટીમ ઇન્ડિયાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર અને બાપુના હુલામણા નામથી જાણીતા અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે વડોદરામાં આજે લગ્નગ્રંથિથી જોડાશે. અહીં આવો જોઈએ તે વીડિયોઝ…
અરવલ્લીમાં ત્રીપલ અકસ્માતઃ ઈકોવાળો જબ્બર નસીબદાર, ‘મોત છૂ કે નીકલી’
ખાસ મહેમાનોને લગ્ન-રિસેપ્શનમાં આમંત્રણ
હાલમાં ક્રિકેટરો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. તાજેતરમાં જ કે.એલ.રાહુલના આથીયા શેટ્ટી સાથે લગ્ન થયા ,ત્યારે હવે વધુ એક ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમતો અક્ષર પટેલ નડિયાદનો છે અને તેની મંગેતર મેહા પટેલ પણ નડિયાદની છે. જોકે લગ્ન માટે સ્થળ વડોદરા પસંદ કરવામાં આવ્યું, અને તમામ વિધિઓ પણ વડોદરા ખાતે યોજાઈ રહી છે. આજે લગ્ન સમારોહ પણ વડોદરા ખાતે યોજવાનો છે અને ખાસ મહેમાનોને લગ્નનું ઈનવીટેશન આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય વધુ ખાસ મહેમાનોને રિસેપ્શનનું ઈનવીટેશન અપાયું છે.
Axar Patelની વડોદરામાં નીકળી રંગેચંગે જાન, જુઓ Video#AxarPatelWedding #AxarMehaWedding #IndianCricketer #Vadodara #GTVideo pic.twitter.com/ESsFtBaKkg
— Gujarat Tak (@GujaratTak) January 26, 2023
ADVERTISEMENT
વાઈફને એક લક્ઝુરયસ કાર પણ ગીફ્ટ કરી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ જેની સાથે લગ્ન કરવાના છે તે મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તેને ફરવાનો ખૂબ જ શોખ છે, તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ ફરવાનું પસંદ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, મેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાણવા મળ્યું છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. તે દુબઈ, ગોવા અને સ્કોટલેન્ડ ફરી ચૂકી છે. અક્ષર પટેલની મંગેતરે એક હાથ પર અક્ષરના નામ ટેટૂ પણ કરાવ્યું છે. મેહા અક્ષર સાથે પોતાનો ફોટો વારંવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અક્ષરે તેના 28મા જન્મદિવસના અવસર પર મેહાને ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જે બાદ બંનેએ એકબીજાને વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી હતી. એટલું જ નહીં અક્ષર પટેલે પોતાની મંગેતર અને વુડ બી વાઈફને એક લક્ઝુરયસ કાર પણ ગીફ્ટ કરી છે. એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, આ લગ્નની જ એડવાન્સ ભેટ અક્ષરે મેહાને આપી છે. ભેટમાં કાર આપતા અક્ષરે પોતાની ફીલીંગ પણ શેર કરી હતી, અક્ષરે કહ્યું કે, મેહા મારી માટે ખુબ સ્પેશ્યલ છે. અમે છેલ્લા 10 વર્ષથી એક બીજાને ઓળખીએ છે અને સાથે છીએ. સ્પેશ્યલ ઓકેશન પર સ્પેશ્યલ પર્સનને સ્પેશ્યલ ગીફ્ટ આપું છું.
જુનિયર ક્લાર્કમાં કલમ 144: પરીક્ષા કેન્દ્રની આસપાસ કોઇને પણ ઉભા નહી રહેવા દેવાય
ચાર દિવસ ચાલશે લગ્નના વિવિધ ફંક્શન્સ
મળતી માહિતી અનુસાર અક્ષર-મેહાના લગ્નનો આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે, જેમાં 24મીએ પિપલાદના શ્રીજી ઉપવનમાં મ્યુઝિકલ મહેંદી રસમ બાદ આજે વડોદરાની કબીર હોટેલમાં ગણેશ સ્થાપના અને માંડવા મૂહુર્ત તેમ જ હલ્દીના પ્રોગ્રામનું આયોજન છે. 26મીએ વેડિંગ બાદ 27મી જાન્યુઆરીએ નડિયાદ ખાતે આવેલ ઉત્તરસન્ડાના આરાધ્ય પાર્ટી લૉન્સમાં રિસેપ્શન યોજાશે. આ લગ્નમાં ભારત અને વડોદરાના કેટલાક જ ખેલાડીઓ સામેલ થશે. જો કે અક્ષર પટેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT