રાજભારતી બાપુને હનીટ્રેપમાં ફસાવાયા હતા? મહંતના આપઘાત બાદ ગુરુએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: શહેરના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ બે દિવસ પહેલા આપઘાત કરી લીધો. તેમની મહિલા સાથેની ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. જેને પગલે બદનામી થવાની બીકે મહંત આઘાતમાં હતા અને પોતાની જ પિસ્તોલથી લમણે ગોળી મારીને રાજ ભારતી બાપુએ મોતને વ્હાલું કરી લીધું. ત્યારે તેમના આપઘાત બાદ મહિલાઓ સાથેના કથિત વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે. એવામાં હવે રાજભારતી બાપુના ગુરુએ તેમને હનીટ્રેપમાં ફસાવાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: EXCLUSIVE: જૂનાગઢના રાજ ભારતી બાપુના મહિલાઓ સાથે ચેટના વોટ્સએપ સ્ક્રીનશોટ સામે આવ્યા

રાજભારતી બાપુના ગુરુએ શું કહ્યું?
રાજભારતી બાપુના ગુરુ અખંડઆનંદ ભારતીબાપુએ આ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘સોશિયલ મીડિયાના માધ્યમો અને સમાચારોમાં જે રાજભારતી બાપુ વિશે વાતો ચાલી રહી છે તે સાચી નથી. મને લાગે છે કે કોઈએ હનીટ્રેપ કરી છે અને અમારી માગણી છે કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા આ અંગે યોગ્ય તપાસ કરાવીને સત્ય બહાર લાવે.’ રાજભારતી બાપુના આપઘાત બાદ બુધવારે તેમના નશ્વરદેહને ખેતલિયાદાદાના મંદિર પરિસરમાં જ તેમના બે ગુરુભાઈઓની બાજુમાં સમાધિ આપવામાં આવી હતી.

ADVERTISEMENT

મહંતના મહિલાઓ સાથેના ચેટના સ્ક્રીનશોટ વાઈરલ થયા હતા
નોંધનીય છે કે, મહંતની આત્મહત્યા પછી જ્યોતિર્નાથ નામના એક વ્યક્તિનો પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં મહંત પર કેટલાક ગંભીર આરોપ લગાવાયા હતા. આ પત્રમાં મહંત રાજભારતી બાપુ પર મુસ્લિમ હોવા ઉપરાંત અન્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધો અને દારુ-માંસના શોખીન હોવાના પણ આરોપ લગાવાયા હતા. ઉપરાંત તેમના પર કરોડોની પ્રોપર્ટી એક્ઠી કર્યાના આરોપ લગાવ્યા હતા. જે બાદ તેમનું મહિલાઓ સાથેનું કથિત ચેટના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT