અગાઉની પરીક્ષાના પેપર ફોડનારાઓએ જ જુનિયર ક્લાર્કનું પેપર કર્યું લીકઃ યુવરાજસિંહના આક્ષેપો
અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. જોકે આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ત્રણેક દિવસ પહેલા જ આ મામલે સરકારને ચેતવી હતી.
જુનિયર કલાર્ક પરીક્ષા અંગે પ્રશાસનતંત્ર/પોલીસતંત્રને સાવચેતીના ભાગરૂપે તાકીદ કરવા બાબત.
👉ભૂતકાળમાં જે તે વિસ્તારના કૌભાંડી એજન્ટો એક્ટિવ હતા તે ફરીથી એક્ટિવ થાય છે તો તેને નજરકેદ કરવા.https://t.co/O3qbhJy9Ithttps://t.co/pa57b4Ugct
વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે ચેડાં થતાં રોકવા pic.twitter.com/oNlAj47S0G
— Yuvrajsinh Jadeja (@YAJadeja) January 25, 2023
યુવરાજસિંહે શું કહ્યું હતું?
ગુજરાત સરકારમાં થતી ભરતી પરીક્ષામાં સતત કૌભાંડો થતા આવ્યા છે. દરમિયાન વધુ એક પરીક્ષા રદ્દ થઈ જવા પાછળનું કારણ પર પેપર લીક છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે થોડા જ દિવસો પહેલા ચોંકાવનારી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જુનિયર ક્લાર્ક પરીક્ષા અંગે પ્રશાસન તંત્ર અને પોલીસ વિભાગને સાવચેતીના ભાગરૂપે તાકીદ કરવામાં આવી છે. ભુતકાળમાં જે વિસ્તારના કૌભાંડી એજન્ટો એક્ટિવ હતા તે ફરીથી એક્ટિવ થયા છે. અગાઉની પરીક્ષાઓમાં પેપર ફોડનારી ટોળકી આ વખતે ગુજરાતમાં ઠેરઠેરથી પેપરના લાખો રૂપિયા ઉઘરાવી રહી છે.
ADVERTISEMENT
પોલીસે એકને ઝડપ્યો
રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કના પદ માટેની સરકારી નોકરીની પરીક્ષાઓ થવાની હતી જે ગુજરાતમાં 3350 જગ્યાએ લેવાવાની હતી. જોકે પરીક્ષા થાય તે પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ પરીક્ષા આપવા માટે 17 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે આટલી મોટી સંખ્યામાં યુવાનોના સપના ચકનાચુર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલામાં પોલીસે મોડી રાત્રે એક શખ્સને ઝડપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે પછી સરકારે આ પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરી પરીક્ષા ક્યારે થશે તે અંગે હજુ પણ કશું જ નક્કી થયું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT