ગુજરાતમાં વધુ એક પેપર લીકઃ જુનિયર ક્લાર્ક સરકારી ભરતીનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સતત ચાલતો આવ્યો છે. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષા 3350 જગ્યાએ લેવાની હતી જેમાં લગભગ 17 લાખ યુવાનો પરીક્ષા આપવાના હતા. રવિવારે યોજાવા જઈ રહેલી આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કચ્છઃ યુવકના પગમાં ગોળી મારી 40 લાખની લૂંટ કરી ગયા લૂંટારુઓ, આંગડિયા પેઢી લૂંટાતા ચકચાર

પોલીસે એકને ઝડપ્યો
રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કના પદ માટેની સરકારી નોકરીની પરીક્ષાઓ થવાની હતી જે ગુજરાતમાં 3350 જગ્યાએ લેવાવાની હતી. જોકે પરીક્ષા થાય તે પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ પરીક્ષા આપવા માટે 17 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે આટલી મોટી સંખ્યામાં યુવાનોના સપના ચકનાચુર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલામાં પોલીસે મોડી રાત્રે એક શખ્સને ઝડપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે પછી સરકારે આ પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરી પરીક્ષા ક્યારે થશે તે અંગે હજુ પણ કશું જ નક્કી થયું નથી.

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT