બોલો… ભુજ પાલિકાની બેદરકારી કે કટકી?: 18 વર્ષથી નાની કિશોરીને મેરેજ સર્ટી બનાવી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ ભુજ નગરપાલિકામાં લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા 18 વર્ષથી નીચેની યુવતીને મેરેજ સર્ટી બનાવી દેવાયું છે તેવો બનાવ બહાર આવ્યો છે. ખુદ પિતાએ જ આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે લગ્ન પરિવાર વિરુદ્ધ હોતા પિતા જ્યારે આ બાબતે તપાસ કરી તો લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા મેરીજ સર્ટી રદ કરી દેવાઈ હતી. હવે પ્રશ્ન એ છે કે આ પાલિકાની બેદરકારી છે કે પછી જાણી જોઈને કટકી માટે નાની વયની દીકરીના લગ્નનું સર્ટી બનાવ્યું છે? જોકે કટકી કરી કોણે તે પણ તેની સાથે જોડાતો પ્રશ્ન છે.

બજેટ સત્ર પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, વિધાનસભામાં ધારાસભ્યોને સોંપવામાં આવી જવાબદારી

ચીફ ઓફીસરે બિન્દાસ્ત કહ્યું… ભૂલ થઈ
આ અંગે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતાં તેમને ઉડતા જવાબ આપતા જણાવ્યું હતું કે ક્લેરિકલ ભૂલના કારણે સર્ટીફીકેટ જનરેટ થઈ ગયું હતું. જેમાં વર્ષ ફેરફાર થતા તેની ઉંમરની ક્રાઇટેરિયામાં મિસમેચ થતા તે બાબત ધ્યાન આવતા રદ કરી દેવામાં આવી છે. જોકે તેમણે જે રીતે નિશ્ચિંત થઈને જવાબ આપ્યો છે પરંતુ આ તરફ તે પરિવારનું પણ વિચારવું રહ્યું કારણ કે જે દીકરીને કોઈ ફોસલાવીને પટાવીને ભાગાડી ગયું છે તે દીકરીના મામલે તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા સક્ષમ છે. છતા લગ્નના સર્ટી નીકળી જાય તો પરિવાર માટે કેટલો ચિંતાનો વિષય બને? તે સરકારી બાબુઓને કેટલું સમજાય છે તે હાલ કહી શકાય તેમ નથી. પરંતુ આ મામલે જાણે કે તુરંત તપાસ અને ફેંસલો આવ્યો હોય તેમ મિસમેચનું નામ આપી છટકી જવા કરતાં જો આ કેસમાં કોઈએ કટકી મારી લીધી હોય તો તે પણ તપાસનો વિષય બને છે.

ADVERTISEMENT

સર્ટી બનાવવામાં સાથ આપનારાઓ સામે કાર્યવાહી કેમ નહીં?
એક બાજુ ચીફ ઓફિસરે પોતે સ્વીકારી રહ્યા છે ભૂલ કોઈ પણ હોય તે ગંભીર કહેવાય અને બીજી બાજુ પોતે કહે છે કે કર્મચારી પાસે ક્યારેક ભૂલ થાય એમાં કોઈ પગલાં ભરવા જેવું કંઈ છે નહીં. આપો આપ મેરેજ સર્ટી રદ કરી દેવાઈ છે પરંતુ ગેરરીતે બનાવેલા મેરેજ સર્ટીમાં સાથ આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પિતા દ્વારા આવી છે. ઉલ્લેખનીય છે કે આ તો પિતાને જાણ થઈ તેથી ભાંડો ફૂટ્યો, અગાઉ આવા કોઈ સર્ટી ઈશ્યૂ થયા છે કે કેમ તેની પણ તપાસ રેકોર્ડ્સ પરથી થવી જરૂરી છે. કારણ કે આ ઘટનામાં લોકોને પણ કાંઈક અયોગ્ય થયાની ગંધ જરૂર આવી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT