કુમાર કાનાણી Vs બસ ઓપરેટર્સઃ સુરતમાં નહીં પ્રવેશે એક પણ લક્ઝરી બસ, લોકોનો બંને તરફ મરો
સુરતઃ સુરતમાં ખાનગી બસથી મુસાફરી કરતા લોકો માટે એક તરફ કૂવો તો બીજી તરફ ખીણ જેવી સ્થિતિ ઊભી થઈ છે. એક બાજુ સુરતની જનતા કે…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં ખાનગી બસથી મુસાફરી કરતા લોકો માટે એક તરફ કૂવો તો બીજી તરફ ખીણ જેવી સ્થિતિ ઊભી થઈ છે. એક બાજુ સુરતની જનતા કે જે પ્રતિબંધિત સમય દરમિયાન પણ બેફામ રીતે શહેરમાં પ્રવેશતા ખાનગી ભારે વાહનોથી પરેશાન છે ઘણી વખત અકસ્માતોનો પણ ભોગ બને છે, ટ્રાફીકથી પરેશાન છે તેમના માટે સુરતના ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ અવાજ ઉઠાવ્યો અને ટ્રાફિક ડીસીપીને પત્ર લખી સવાલ કર્યો હતો. તે પછી ટ્રાફિક પોલીસે કાર્યવાહીઓ શરૂ કરતા હવે ખાનગી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશને નક્કી કર્યું છે કે હવે સુરતમાં આવતીકાલથી લકઝરી બસ પ્રવેશ કરશે નહીં. જે પછી મુસાફરોને સુરતની બહાર જ પીક અપ કરવામાં આવશે. માટે લોકો માટે અહીં પણ આ નિર્ણયથી પરેશાનીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
ગોધરામાં શિવભક્તે કર્યા અનોખા લગ્નઃ ભોલેનાથની જેમ વરઘોડો પણ અઘોરી
ધારાસભ્ય અને બસ ઓપરેટર્સ આમને સામને
જોકે પ્રજા માટે હાલ બંને એક તાતી જરૂરિયાત છે. એક તરફ ટ્રાફિક અને અકસ્માતોના ભય પણ છે અને બીજી તરફ ખાનગી બસની જરૂરિયાત પણ છે. હાલ ધારાસભ્યની સામે બસ ઓપરેટર એસોસિએશને પડ્યું છે અને હવે બંને જાણે આમને સામને આવી ગયા છે. આ કારણે આવતીકાલથી સુરતમાં ખાનગી બસ પ્રવેશ લેશે નહીં તેવો નિર્ણય સ્વયં બસ એસોસિએશને જાતે લઈ લીધો છે. અને ઉપરાંત અહીં સુધી કે એક ફરતા થયેલા મેસેજમાં તો આ નિર્ણયને કારણે જો કોઈ તકલીફ કે પ્રશ્ન હોય તો ખુદ ધારાસભ્ય કુમાર કાનાણીનો જ સંપર્ક કરવા કહેવાયું છે.
ADVERTISEMENT
બરોડા ડેરીના વિવાદને લઈ છોટાઉદેપુર જીલ્લામાં અલગ ડેરી બનાવવાની માંગ, જીલ્લાના ત્રણમાંથી બે ધારાસભ્યો મેદાને
ભારે વાહનો બેફામ
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાનીએ સુરત ટ્રાફિક ડીસીપીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસ માટે સવારે 7.00થી રાત્રે 10.00 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8.00 થી બપોરે 1.00 તથા સાંજે 5.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે, અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે. આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. તેમનું કારણ મને લેખિતમાં દિન-7માં જણાવશો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતમાં પરિવાર પ્રસંગમાં ગયો અને શિક્ષકે ઘરે આપઘાત કરી લીધો, બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
પેસેન્જરને લેવા પણ નહીં આવેઃ બસ ઓપરેટર એસો.
21 ફેબ્રુઆરી સવારથી એટલે કે આવતીકાલ સવારથી એક પણ ખાનગી લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં અને સુરત શહેરમાં ખાલી પણ થશે નહીં. સુરત શહેરમાંથી ઉપડશે પણ નહીં અને સુરત શહેરમાં મુસાફરોને ભરવા પણ આવશે નહીં. તમામ બસ સુરત શહેર બહાર લસકાણા, વાલક પાટીયા પાસે ઊભી રાખવામાં આવશે. ત્યાંથી બધી બસ ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. આમ એસોસિએશનના નિર્ણય પછી લોકોને સુરતની બહાર ઉતારવા અને લઈ જવા જેટલું જ, પછી મુસાફરોનું શું થશે? તેમને કોઈ અન્ય ખાનગી વાહનનો ટેકો લેવો પડશે કે પછી ધારાસભ્ય પોતે ત્યાં સ્વ ખર્ચે કે સરકારી ખર્ચે બસ કે અન્ય વાહનની વ્યવસ્થા કરશે?તેવી કોઈ સ્પષ્ટતા હજુ પણ આવી નથી. હાલ આ બંને બાબતોમાં પહેલા ધારાસભ્યએ ખાનગી બસ ઓપરેટર્સના કાન આમળ્યા તો હવે રિસામણું થયેલું બસ એસોસિએશન ધારાસભ્યના કાન આમળવા આગળ આવ્યું છે જેથી આગામી સમયમાં શું થશે તે સમય બતાવશે.
#Gujarat #Surat માં આવતીકાલથી નહીં પ્રવેશ કરે એક પણ ખાનગી લક્ઝરી બસ, બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો આ નિર્ણય, ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીની સામે પડ્યું એસોસિએશન…@BJP4Gujarat #trafficpolice pic.twitter.com/3tZlSZbpn7
— Gujarat Tak (@GujaratTak) February 20, 2023
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT