ક્રિકેટર અક્ષર પટેલ વડોદરામાં મેહા સાથે આવતીકાલે કરશે લગ્નઃ જુઓ મહેંદી કાર્યક્રમના Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ ભારતીય ક્રિકેટ પ્લેયર અક્ષર પટેલ પણ હવે લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે. હમણાં જ થોડા જ દિવસ પહેલા કેએલ રાહુલ અને બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત ઘરે યોજાયા હતા. હવે આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન ગુજરાતના વડોદરામાં યોજવા જઈ રહ્યા છે. આજે તેમની મહેંદી વિધિમાં મહેમાનો સહિત સેલેબ્રેશન થયું હતું જેના કેટલાક વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે.

અમદાવાદમાં ખુલ્લેઆમ ફાયરિંગઃ પઠાણ પર 3 રાઉન્ડ ફાયરિંગ ઘટના થઈ CCTVમાં કેદ

 

મેહા પટેલ સાથે એક વર્ષ પહેલા થઈ હતી સગાઈ
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ 26મી જાન્યુઆરી 2023ના રોજ વડોદરામાં લગ્નગ્રંથીએ જોડાવા જઈ રહ્યો છે. ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન ગુજરાતના નડિયાદની મેહા પટેલ સાથે થવાના છે. અહીં પૈપરાઝી અક્ષર પટેલ અને મેહા પટેલની એક તસવીર માટે આતુર જોવા મળ્યા હતા. આજે અક્ષર અને મેહાની મહેંદીની વિધિનો કાર્યક્રમ હતો. તે દરમિયાન તેમણે પૈપરાઝીસ અને મીડિયાનું અભિવાદન કર્યું હતું. તેમના લગ્ન ગુજરાતી વિધિ અનુસાર થવાના છે. ઉલ્લેખનીય છે કે અક્ષર અને મેહાની સગાઈ એક વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ પછી તેમના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી જે 26મી જાન્યુઆરીએ રાખવામાં આવી છે.

ADVERTISEMENT

હાર્દિક પટેલ માટે કાયદાકીય રીતે એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ, કોર્ટે હાજર થવા કર્યું ફરમાન

અક્ષર પટેલ અને મેહા પટેલની કેટલીક તસવીરો

ADVERTISEMENT

ADVERTISEMENT

 

 

    follow whatsapp

    ADVERTISEMENT