જામનગરમાં મકાન ધરાશાયી થતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત, કોર્પોરેટર સહિત પોલીસ સ્ટાફ દોડી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ જામનગરમાં નવાગામ ઘેડ પંચાયત પાસે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજે સોમવારે અચાનક બનેલી આ ઘટનાને પગલે ત્રણ વ્યક્તિ આ મકાન ધરાશાયી થતા તેમાં ફસાઈ ગયા હતા. જેમને તુરંત બચાવી લેવામાં આવ્યા હતા. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ સ્ટાફ ઉપરાાંત સ્થાનીક કોર્પોરેટર પણ સ્થળ પર દોડી ગયા હતા.

સાબરકાંઠા હિટ એન્ડ રનની ઘટનાઃ ડમ્પરે બાઈકને ટક્કર મારતા એકનું સ્થળ પર જ મોત

ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા
જામનગરમાં નવાગામ ઘેડ પંચાયત પાસે રહેતા રાજુભાઈ મકવાણા નામના કોળી આસામીનું મકાન સોમવારે અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં વિનુબેન મકવાણા, જયુબેન મકવાણા સહિત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. 108 ઈમર્જન્સી વાન મારફતે આ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. અચાનક મકાન ધરાશાયી થતા તેઓ આઘાતમાં પણ સરી પડ્યા હતા. તેમને સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનીક પોલીસને જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ સહિત સ્થાનીક કોર્પોરેટર પણ સ્થળ પર દોડી ગયા હતા.

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT