IPS સફીન હસને અચાનક અમદાવાદમાં શરૂ કરાવી કાર્યવાહી, શું શોધતી હતી પોલીસ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પોલીસ દ્વારા એક જાણે સરપ્રાઈઝ ચેકિંગની ઝૂંબેશ ઉપાડી હોય તે રીતે સતત રિક્ષાઓમાં ખણખોદ કરવામાં આવતી હતી. છેલ્લા ત્રણેક દિવસથી પોલીસ આમ તો રિક્ષા ચાલકો પાસેથી તેમના લાયસન્સ, વિવિધ જરૂરી દસ્તાવેજી પુરાવા માગતી હતી. પણ કાર્યવાહી માત્ર આટલી ન્હોતી, પોલીસના ખખડતા ડંડા અને રિક્ષામાં આમ તેમ ફરતી નજર કહી દેતી હતી કે પોલીસ કાંઈક શોધી રહી છે. પોલીસ શું શોધતી હતી? આખરે ત્રણ દિવસની કામગીરી પછી પ્રાપ્ત અહેવાલોથી જાણકારી મળી પણ ગઈ છે કે પોલીસ શું શોધતી હતી.

આસારામની આરતીના કારણે એક્શનઃ મહિસાગરની શાળાના 5 શિક્ષકોને છૂટા કરાયા

‘રિક્ષામાં જતા અમને લૂંટવામાં આવ્યા’
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ડીસીપી ટ્રાફીક તરીકે ભારતના સૌથી યુવાન આઈપીએસ અધિકારી સફીન હસન ફરજ બજાવે છે. સામાન્ય નાગરિક માટે પણ સફીન હસનનું નામ અજાણ્યું નથી. કારણ કે લોકોએ તેમની કામગીરી જોઈ છે અને તેમના શબ્દો સાંભળ્યા છે, મંચ પર ગીતાથી લઈ જીવનને હકારાત્મક દીશામાં વાળવાને લઈ મોટિવેશન પુરુ પાડતા પણ સાંભળ્યા છે. જોકે અહીં વાત તેનાથી કાંઈક જુદી છે. અમદાવાદમાં સફીન હસન જે કચેરીમાં બેસે છે તે કચેરી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની બિલકુલ સામે આવેલી છે. તેઓની કચેરીમાં લગભગ દર એક દિવસે એકાદ બે વ્યક્તિ આવતા અને ફરિયાદ કરતા કે અમે રિક્ષામાંથી અહીંથી જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં અમને લૂંટવામાં આવ્યા. જોકે સામાન્ય જનતાને ખ્યાલ નથી હોતો કે ટ્રાફિક પોલીસ નહીં પણ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની હોય. પણ આ ફરિયાદોની સફીન હસનને સતત જાણકારી રહેતી હતી અને તેઓ આવી ફરિયાદોના નિવારણ અંગે વિચારી રહ્યા હતા.

ADVERTISEMENT

તલવારો અને બંદૂકો લઈને ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધુંઃ આ નેતાના સમર્થકો દ્વારા બબાલ

લોકોને સલામતી કેવી રીતે આપવી?
દરમિયાનમાં જોગાનું જોગ થયું પણ એવું કે અમદાવાદ જોન 3ના અધિકારી રજા પર જતા સફીન હસનને તેનો ચાર્જ મળ્યો. સફીન હસને તુરંત પોતાની સામે આવેલી લૂંટની ફરિયાદોને લઈને કામગીરી શરૂ કરી અને તેમાં અન્ય પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. આ દરમિયાન ઝોન 3 ના વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ શરૂ કરી દીધું. તેમણે રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરાવ્યું. ઓટો ડ્રાઈવરનું લાયસન્સથી માંડી વિવિધ ડોક્યૂમેન્ટેશન જોવામાં આવ્યા. પોલીસે એ પણ ચેક કર્યું કે કોઈ રિક્ષામાં હથિયારો રાખવામાં આવ્યા છે કે કેમ? સતત ચેકિંગના ત્રણ દિવસ દરમિયાનની કામગીરી થઈ જેના કારણે ત્રણ દિવસથી પોલીસને એવી કોઈ ફરિયાદ મળી નહીં કે અમે લૂંટાયા છીએ, કે રિક્ષામાં અમને કોઈ રીતે પ્રતાડીત કરવામાં આવ્યા છે. આ એક સામાન્ય કામગીરી હતી પરંતુ લોકોને સલામતી આપનારી હતી. સલામતીનો અહેસાસ કરાવનારી હતી. અને બસ આ જ સલામતી હતી જે પોલીસ શોધી રહી હતી અને આખરે તે મળી પણ ખરી. પોલીસની કામગીરીથી લોકોને સલામતી મળે, તેનાથી વધારે શું હોઈ શકે. ઉપરોક્ત વીડિયોમાં પોલીસે અને રાત્રી દરમિયાન ડીસીપી સફીન હસને પણ સાથે રહીને કેવી રીતે કામગીરી કરી છે તે જોઈ શકાય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT