‘બહુમતિના જોરે પાસ કરાવી નાખ્યો ઈમ્પેક્ટ ફી કાયદો’ કોંગ્રેસે બિલને ન આપ્યું સમર્થન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સરકાર તરફથી ઇમ્પેક્ટ ફીના કાયદામાં સુધારા અંગેનું બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલમાં કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી હતી કે, કટ ઓફ ધ ડેટ નક્કી કરવામાં આવે. કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાળાએ ધારાદાર વાકબાણ ચલાવતા કહ્યું કે કોંગ્રેસે કટ ઓફ ડેટ નક્કી કરવા માગ કરી હતી પણ સરકાર દ્વારા બહુમતીના જોરે આ બિલને મંજૂર કરી દેવામાં આવી છે. તેમજ આ બિલ અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી કોંગ્રેસે આ બિલને સમર્થન આપ્યું નથી.

રાજકોટના પ્રગતિશીલ ખેડૂત પાસેથી શીખો માટી વગર ખેતી કેમ કરાય.. ? એ પણ ઓછા ખર્ચે

કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાળાએ ઈમ્પેક્ટ ફી કાયદાને લઈને કહ્યું હતું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે પરંતુ આમ થવામાં થતું રોકવા માટે એફ.એસ.આઇ અને જી.સી.સી.આર. માં સુધારો કરવો જોઈએ અને જો કામને મંજૂરી મળે તો લોકો કાયદેસરની રીતે પરવાનગી મેળવીને કામ કરી શકે છે. હેરિટેજ મકાનો એ કોટ વિસ્તારમાં આવેલા છે, અને સ્વ.અશોક ભટ્ટ હતા ત્યાં સુધી તેમણે આ વિસ્તારને સાચવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સીજીએસજી હાઇવે ઉપર જેમ 40 વારની પરવાનગી આપી શકાય તો આ વિસ્તારમાં પાંચ માળની પરવાનગી આપવી જોઈએ. બ્રીજના પ્રશ્નમાં જણાવ્યું હતું કે આ બ્રિજ એ હલકી ગુણવત્તા વાળો હોવાથી તેને જાહેર જનતા માટે બંધ કરવો પડ્યો છે આવી હલકી ગુણવત્તાવાળા બ્રિજ બનાવનારાઓની સામે પગલા પણ લેવા જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT