તંત્રના પાપે ડાકોર મંદિરની પાસે તોડેલી દુકાનોના દુકાનદારોના 19 વર્ષ બાદ પણ વલખાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ 19 વર્ષ પહેલા યાત્રાધામ ડાકોર મંદિરની આસપાસ 55થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી હતી. જે મુદ્દો આજે ફરી ચર્ચામાં આવ્યો છે. 19 વર્ષથી બેકાર બનેલા દુકાનદારો પોતાની જગ્યા પાછી મેળવવા આજે પણ તંત્ર અને સરકારને આજીજી કરી રહ્યા છે. તંત્ર દ્વારા યાત્રાધામના વિકાસ માટે અનેક કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરની આસપાસ વર્ષો અગાઉ ડીમોલેશનમાં 55 જેટલી દુકાનો તોડી પાડવામા આવી હતી. તે સમયે પણ દુકાનદારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ હજી સુધી કંઈ જ થયુ નથી. ત્યારે હવે 19 વર્ષ બાદ મંદિરની આસપાસ તૂટેલી દુકાનોનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જે તે સમયે દુકાનદારોએ જગ્યા પાછી મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. છતાં પણ આજ દિન સુધી જગ્યા પાછી મળી નથી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતાં દુકાનદારોએ તંત્ર અને સરકાર સામે હવે નારજગી દર્શાવી છે.

હાઈકોર્ટે શું કહ્યું હતું તંત્રને
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આશરે વર્ષ 2003મા મંદિરની આસપાસ આવેલી 55થી વધુ દુકાનોનો ડિમોલીશનમાં જતી હતી. જોકે દુકાનના વિરોધને લઈને મામલો વણસી રહ્યો હતો. પછીના સમયગાળામાં આ દુકાનોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. જેને લઈને નારાજ થયેલા દુકાનદારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઈકોર્ટે વૈકલ્પિક વ્યવસ્થા કે ગોમતી ઘાટનો વિકાસ થયેથી દુકાનો સ્થાઈ થવા જણાવ્યું હતું. તેમ છતાં પણ આજ દિન સુધી દુકાનદારોને ધંધા રોજગાર માટે કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી. જેના કારણે દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દેશના ખ્યાતનામ જ્યોતિષનો દાવો: અદાણીની મુશ્કેલીઓમાં ખુબ વધારો થશે

વેપારી મંડળના પ્રમુખે શું કહ્યું?
આ સમગ્ર મામલે રણછોડરાય વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ બીપીન શાહે જણાવ્યું કે, “જે 55 દુકાનો મંદિરની આસપાસ અને સામે ગઈ છે, એ દુકાનો જ્યારે સરકારે લેન્ડ એકવિજેસન બહાર પાડ્યું, એ સમય અમે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. નામદાર હાઈકોર્ટે અમને સ્ટે પણ આપ્યો હતો. એ વખતે સચિવ વી.એમ. રાવલ અંડર સેક્રેટરી રેવન્યુ વિભાગએ 20-2-2003 ના રોજ એફિડેવિટ કરેલી છે કે હાલમાં સરકાર જોડે જગ્યા નથી, પરંતુ ગોમતીઘાટનો વિકાસથી વિલ બી કન્સિડર ગીવન ધ અલ્ટરનેટ પ્લેસ આવું લેખિત આપેલું છે. એ વાતને 20 વર્ષ થયાં અને દુકાનો ગયાને 19 વર્ષ થયા પરંતુ આજ દિન સુધી સરકારે કે કલેક્ટર સાહેબે અમારા તરફ કોઈ ધ્યાન દોર્યું હોય એવું લાગતું નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી ગયેલી દુકાનો દસ બાય દસની પાછી આપો, અથવા તો પંચક્યાસ થયેલો છે, સીટી સર્વેની અંદર લેન્ડ રેકોર્ડ તપાસવામાં આવ્યો છે . મામલતદારનો પંચાસ પણ થયેલો છે અને લોકતાંત્રિક મૂલ્યના આધારે અમારી દુકાનો અમે પાછી મેળવવા માટે કાયદેસરના હકદાર છે. એટલે સરકારને વિનંતી છે કે, અમને 10 બાય 10 ની દુકાનો ગોમતીઘાટ પર વહેલામાં વહેલી તકે આપવામાં મહેરબાની કરે.

ADVERTISEMENT

ટોલ વગર ગાડીઓ કઢાવવા MLAએ આબુ-અમદાવાદ રોડ ચક્કાજામ કર્યોઃ અમીરગઢની ગાડીઓ થઈ ટોલ ફ્રી

વિકાસ એવો થયો કે દુકાનો વાળા, લારી પર આવી ગયા
તો દુકાન ગુમાવનાર પ્રમોદ પટેલ જણાવે છે કે,” મંદિરની આસપાસની 70 જેટલી દુકાનો અમારે તૂટી પડી ગયેલી છે. અમે બેરોજગાર થઈ ગયા છે. અમારે કોઈ રોજગાર ધંધા પાણી નથી. જે તે સરકાર અમને કોઈ જગ્યા વ્યવસ્થિત આપે તો અમારા માટે સારું છે. અત્યારે અમે હવે લારી લઈને મંદિરની આજુબાજુ ઉભી રાખીએ છીએ. બીજો કોઈ ઉપાય નથી અને લારીને લઈને અમુક ટાઈમે દબાણને લઈને અમારી લારીને પણ હટાવવામાં આવતી હોય છે અમે જે તે સમયે આંદોલન કર્યું હતું. ઉપવાસ પર પણ ઉતર્યા હતા. પરંતુ એ સમયે પણ કોઈ નિકાલ નથી આવ્યો. સરકારે કાંઈ કર્યું નથી. અમે હાઇકોર્ટમાં પણ ગયા હતા પણ કોઈ નિકાલ આવ્યો જ નથી. એટલે હવે સરકાર અમને કોઈ દુકાન આપે અને અમારો રોજગાર પાછો કાયમી થાય તેવું અમે ઇચ્છીએ છે.”

વિધાનસભામાં ભૂંડી રીતે હારેલી કોંગ્રેસ દક્ષિણ ગુજરાતમાં કરી રહી છે ફરી બેઠા થવાની તૈયારી !

‘દુકાનો સામે દુકાન આપવાના હતા’
તો દુકાન ગુમાવનાર મનીષા જોશી જણાવે છે કે , “અમારી રણછોડજી મંદિરની બહાર દુકાન હતી, સરસ દુકાનો હતી. 70 દુકાનદારો સરસ રીતે પોતાની રોજી રોટી પૂરી પાડતા હતા. જ્યારે અમારી દુકાનો તોડવામાં આવી હતી, ત્યારે અમને પહેલા કહેવામાં આવ્યું હતું કે, પહેલા અમે તમને દુકાનો આપીશું પછી અમે દુકાનો તોડીશું. પરંતુ દુકાન તોડી પાડી પણ અમને હજી સુધી ને દુકાન મળી નથી. એટલે અમને સરકારને વિનંતી છે કે જે સમય અમને સરકારે બાંહેધરી આપી હતી કે અમે તમને રોજી રોટી પૂરી પાડીશું. માટે સરકાર અત્યારે કંઈ કર્યું નથી અને સરકાર કોઈ પગલા ભરે અને અમારી વાત સાંભળી નથી. અને અમારા ઘરની જે હાલત છે તે જોવાય એવી નથી. પરિસ્થિતિ ખરાબ છે. એવા બધા જ દુકાનદારોની પરિસ્થિતિ છે. ત્યારે અમારી હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી છે કે સરકાર અમારી વાત સાંભળે.

ADVERTISEMENT

ભાજપના નેતાની ધોળા દિવસે 8 ગોળીઓ ધરબી દઇને હત્યાથી ચકચાર

‘અંગ્રેજોના શાસન વખતની હતી દુકાનો’
મહત્વનું છે કે, જે દુકાનો તોડી પાડવામાં આવી હતી તે દુકાનો લગભગ 125 વર્ષ જૂની એટલે કે અંગ્રેજો શાસન વખતની હતી. દુકાનો તોડી પડાયા બાદ લગભગ 2 હજાર કુટુંબ રસ્તા ઉપર આવી ગયા હતા. આજે પણ તેઓ રોજી રોટી મેળવવા માટે ફાંફાં મારી રહ્યા છે. દુકાનો તોડવા આવી હતી ત્યારે દુકાનદારોને એવી બાંહેધરી આપી હતી કે, પહેલા તમને દુકાન અપાવીશું અને પછી દુકાનો તોડીશું. જોકે હાલની સ્થિતિમાં પણ દુકાનદારો પોતાની દુકાન પાછી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. મોટી સંખ્યામાં ખુણે ખુણેથી શ્રધ્ધાળુઓ ડાકોરના ડાકોરના દર્શને આવતા હોય છે, જેને લઈને સ્થાનીકો પણ રોજી રોટી સરળતાથી મેળવી શકે તેમ છે. પરંતુ તંત્રના અંધેર વહિવટના કારણે હાલ દુકાનદારો રોજી રોટી પણ નથી મેળવી રહ્યા, ત્યારે સરકાર આ દુકાનદારો સામે જુએ તેવી દુકાનદારો માંગ કરી રહ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT