સોમનાથ મંદિર અંગે અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના રશિદી સામે FIR, ટ્રસ્ટે ફરિયાદમાં શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશીક જોશી.સોમનાથ: સોમનાથ વિશે અભદ્ર નિવેદન કરનારા ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ સાજીદ રશીદી સામે સોમનાથ ટ્રસ્ટે એફઆઈઆર દાખલ કરી છે. મામલો એવો છે કે ગત 23 જાન્યુઆરી 2023ના રોજ ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે સોમનાથને લઈને બેફામ નિવેદન આપ્યું હતું. જેમાં તેણે સોમનાથ મંદિર તોડવાના મેહમૂદ ગઝનવીના હીન કૃત્યને યોગ્ય ઠેરવ્યું હતું.

12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા, વિદેશમંત્રીએ આપ્યો આંકડો

વડોદરામાં વૈભવી BMW કારમાં લાગી આગઃ જોત જોતામાં ખાખ- Video

‘ઈતિહાસ અંગે ખોટી વાતો’
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજીદ રશિદીએ એક સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં સોમનાથ મંદિરના ભૂતકાળ વિશે સાવ ખોટું અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા ઉપરાંત મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિરની લૂંટના ઈતિહાસને વિકૃત કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ સાથે સોમનાથ ટ્રક્ટ દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું છે. સાજીદ રશિદીના નિવેદન સામે સોમનાથ મહાદેવના ભક્તો અને ધર્મપ્રેમી સમુદાયમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી રોષ જોવા મળી રહ્યો હતો. મૌલાના સાજીદ રશિદીના આવા નિવેદન પર સોમનાથ ટ્રસ્ટે તેમની સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે. જેમાં ઈતિહાસને લઈને અયોગ્ય અને ધાર્મિક લાગણી દુભાવવા મામલે વાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT