સેલવાસમાં માતાને તેના પ્રેમીથી બચાવવા દીકરી વચ્ચે પડી તો, તેને ચપ્પુથી રહેંશી નાખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી.સેલવાસઃ સંધ પ્રદેશ સેલવાસ ખાતે શનિવારે એક ચાલીના રૂમમાં ખૂની ખેલ ખેલાયો હતો. ૧૮ વર્ષિય યુવતિ પર સીપીએફ સિક્યુરિટી સર્વિસના સિક્યુરિટી ગાર્ડ ચપ્પુ વડે ઉપરાછાપરી ૧૫ ઘા ઝિંકી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. મૃતકની માતા અને અરોપી વચ્ચે પ્રેમ સંબધ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બન્ને વચ્ચે ઝઘડો થતા ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

CCTV: દાહોદમાં ટ્રેન સાથે 30 મીટર ઢસેડાઈ મહિલા, ચાલુમાં ઉતરવા જતા જુઓ શું થયું?

ચપ્પુ વડે પ્રેમિકાની દીકરી પર કર્યા 15 ઘા
સેલવાસના પદ્માવતી સોસાયટીની બાજુમા આવેલી એક ચાલીમાં શીલા સંજયસિંગ રાજપૂત પરિવાર સાથે રહે છે. આજે શનિવારે સવારે રખોલી ગામે રહેતો અને સીપીએફ સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરતો મિથુન બંગાળી રૂમ પર આવ્યો હતો. મિથુન શીલા સિંગ પર હુમલો કરવા જતા પુત્રી અંકિતા સિંગ માતાને બચાવવા પડી ભારે પ્રતિકાર કર્યો હતો. જોકે મિથુને અંકિતા પર ચપ્પુ વડે શરીર પર 15 ઘા ઝિંકી રેંહશી નાંખતા ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. ઘટનાને લઇ ચાલીના રહીશો સહિત લોકો દોડી ગયા હતા.

બનાસકાંઠામાં ગુપ્તાંગ કાપી શિક્ષકનો આપઘાતનો પ્રયાસ, વ્યાજખોરોથી ત્રાસી ગયા

સીસીટીવીમાં આરોપીની હિલચાલ દેખાઈ
ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. બાદમાં અંકિતાની લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી હતી. નજીકમાં લગાવેલા કેમેરામાં આરોપીની હિલચાલ કેદ થઇ હતી. પોલિુસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. આરોપી મિથુન બંગાળી અને મૃતક અંકિતાની માતા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબધ ચાલતો હતો. શીલા પતિ સંજયસિંગથી અલગ અંકિતા સાથે ચાલીમાં રહેતી હતી. મિથુન સાથે થયેલા ઝઘડા બાદ તે ઘરે પહોંચી જતા અંકિતા વચ્ચે પડતા તેની હત્યા કરી દીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT