સુરતઃ 7 વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મમાં આરોપી દોષી જાહેર, આજે સજા સંભળાવે તેવી શક્યતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં એક શખ્સે પોતાના નજીકમાં રહેતી 7 વર્ષની દીકરીને ચોકલેટ આપીને પોતાના રૂમમાં ખેંચી ગયો હતો. ગત વર્ષે બનેલી આ ઘટનામાં નરાધમે દીકરીની સાથે દૂષ્કર્મ કર્યા પછી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાને પગલે જે તે સમયે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. શખ્સે દીકરીને મારી નાખીને તેની લાશ પણ પોતાના રૂમમાં પલંગમાં રાખીને રૂમ લોક કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે જોકે તેને તુરંત ઝડપી પણ લીધો હતો અને તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં તેની સામેના પુરાવાઓ તથા સાક્ષીઓને રજૂ કર્યા હતા. કોર્ટે આ ઘટનામાં આરોપીને દોષિત જાહેર કર્યો છે. આજે શુક્રવારે તેને સજા સંભળાવાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

WORLD BANK પણ હવે ભારતીય સંભાળશે, અજય બંગા નવા CEO

ગુજરાતના સુરત શહેરમાં ગત 7 ડિસેમ્બર, 2022 ના રોજ, કતારગામ ખાતે રહેતા એક અપરિણીત વ્યક્તિ મુકેશ પંચાલે પાડોશમાં રહેતી ૭ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની ક્રૂર હત્યા કરી હતી. આ કેસમાં સુરત પોલીસે સજ્જતા દાખવતા દસ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તમામ સાક્ષીઓ અને પુરાવાના આધારે સુરત કોર્ટે ગુરૂવારે સાંજે આરોપી મુકેશ પંચાલને દોષિત ઠેરવ્યો છે અને આજે શુક્રવારે સજા જાહેર થાય તેવી શક્યતા છે.

બાળકી કૂતરાઓને બિસ્કિટ ખવડાવતી હતી અને…
નિર્દોષ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનાર આરોપી મુકેશ પંચાલની પોલીસે ઘટનાના બીજા જ દિવસે 8 ડિસેમ્બરે ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલી દીધો. 7 વર્ષની બાળકી ઘરની નીચે કૂતરાઓને બિસ્કિટ ખવડાવી રહી હતી, ત્યારે તેણે તેને ચોકલેટ આપી અને તેના રૂમમાં લઈ ગયો હતો. શખ્સે ત્યાં તેની સાથે બળાત્કાર જેવો જઘન્ય ગુનો કર્યો હતો. બાળકી રડી રહી હતી, પરંતુ લંપટ 44 વર્ષીય મુકેશ પંચાલે બળાત્કાર ગુજારી તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને પછી તેની લાશ કોથળામાં ભરી તેના રૂમના પલંગની અંદર રાખી હતી.

ADVERTISEMENT

GUJARAT માં અદ્ભુત અવકાશીય નજારો, ચંદ્ર ગુરૂ અને શુક્ર એક લાઇનમાં નરી આંખે દેખાયા

બાળકીની લાશને કોથળામાં ભરી રૂમના પલંગમાં રાખી
નરાધમે લાશ કોથળામાં ભરી તેના રૂમના પલંગની અંદર રાખી હતી અને પછી રૂમને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હતો. બળાત્કાર અને હત્યા જેવા ઘાતકી ગુનાને અંજામ આપનાર આરોપી મુકેશ પંચાલને પોલીસે 8 ડિસેમ્બર 2022ના રોજ સવારે 6.15 કલાકે સુરતના વેડરોડ પંડોલ વિસ્તારના ચંદન ગેસ નજીકથી પકડી પાડ્યો હતો. 17 ડિસેમ્બરે સુરત પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 28 ડિસેમ્બરે આરોપ ઘડવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 77 સાક્ષીઓ હતા જેમાંથી 46 સાક્ષીઓની જુબાની કોર્ટમાં નોંધવામાં આવી હતી. આરોપી પરિણીત નથી, તે બેચલર છે. આરોપી વતી એડવોકેટ કિશન વાઘેલા કોર્ટમાં હાજર રહી દલીલો કરી હતી. સુરત જિલ્લા કોર્ટના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ આ સમગ્ર કેસમાં આરોપી મુકેશ પંચાલને દોષિત ઠેરવવાની માહિતી મીડિયાને આપી હતી. આ અંગે હવે આજે શુક્રવારે કોર્ટ સજા સંભળાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT