પાટણઃ હારીજમાં જુની અદાવતે છ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણઃ પાટણના હારીજ ખાતે છ રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં 48 કલાકમાં ફાયરિંગનો આ બીજો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે પાટણમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડાતત્વો બેફામ બન્યા છે અને જાણે કાયદા વ્યવસ્થાના તેઓ ખુલ્લેઆમ લીરેલીરા ઉડાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પોલીસે દાખલો બેસાડ્યો, સંઘવીએ કર્યા ગુજરાત પોલીસના વખાણ

સંખેશ્વરમાં પણ થયું હતું ફાયરિંગ હવે દુનાવાડામાં બનાવ
પાટણમાં છેલ્લા 48 કલાકમાં ફાયરિંગ થયાની બે ઘટનાઓ સામે આવી છે. પાટણના હારીજ ખાતેના દુનાવાડા ગામે ફાયરિંગની વધુ એક ઘટના બની છે. અહીં એક યુવકે એક પછી એક ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જેમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામમાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુની અદાવતને લઈને યુવક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બુધવારે પણ સંખેશ્વરના પાડલા ગામે ફાયરિંગ થયું હતું તેમાં પણ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આજે વધુ એક ઘટના સામે આવી છે.

દેશના ખ્યાતનામ જ્યોતિષનો દાવો: અદાણીની મુશ્કેલીઓમાં ખુબ વધારો થશે

ગુંડાતત્વોમાં પોલીસનો ભય ઓસર્યો
ફાયરિંગની ઘટનાની જાણકારી મળતા જ હારીજ પોલીસ સ્થળ પર જવા રવાના થઈ ગઈ હતી. પાટણ જિલ્લામાં 48 કલાકમાં ફાયરિંગનો બીજો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. સાથે જ જિલ્લામાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ગુંડાતત્વોમાં પોલીસનો ભય ઓસર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ વીપીન પ્રજાપતિ, પાટણ)

    follow whatsapp

    ADVERTISEMENT