સિસોદિયાની હોળી જેલમાં થશે બહારઃ શનિવારે થશે નક્કી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને પટપરગંજના ધારાસભ્ય મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. તે શનિવારે હાજર થવાના સમયે આ અંગે સુનાવણીની માંગ કરશે. આ તરફ જામીન અરજીનો વિરોધ કરતી વખતે, CBI તપાસના અનેક કાર્યોને પૂર્ણ કરવા માટે કસ્ટડીનો સમયગાળો વધારવાની વિનંતી કરશે.

માવઠાની આગાહીની અસરઃ ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ 11મી સુધી બંધ

એટલે કે હાઈકોર્ટમાં જવાની સલાહને બાયપાસ કરીને સિસોદિયાએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અન્ય કાયદાકીય વિકલ્પોને અનુસરીને ટ્રાયલ કોર્ટમાં જ અરજી દાખલ કરી છે. સિસોદિયાની પાંચ દિવસની CBI કસ્ટડી શનિવારે પૂરી થઈ રહી છે.

GUJARAT: સરકારી કર્મચારીઓને મળશે જુની પેંશન સ્કીમનો લાભ, સરકારે કરી અધિકારીક જાહેરાત

તે જોવાનું રસપ્રદ રહેશે કે શું સીબીઆઈ શનિવારે સિસોદિયાને તેની કસ્ટડીમાં રાખવાનો દાવો રજૂ કરે છે? તેના દાવા પર કોર્ટનું શું સ્ટેન્ડ છે? સિસોદિયા પોતાની દલીલોથી કોર્ટને કેટલી હદે સંતુષ્ટ કરવામાં સક્ષમ બને છે? શનિવારે જ સ્પષ્ટ થશે કે સિસોદિયાની હોળી જામીન થકી જેલ બહાર થશે કે જેલમાં. કાયદાકીય નિષ્ણાતોના મતે સીબીઆઈ હવે રાઉઝ એવન્યુ કોર્ટને સિસોદિયાની કસ્ટડી વધારવાની વિનંતી કરવા જઈ રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT