જાસૂસીકાંડમાં મોટો ખુલાસોઃ પોલીસકર્મીઓને પોલીસનું લોકેશન બુટલેગરને આપવાના મળતા હતા રૂ. 1 લાખ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચઃ ભરૂચ પોલીસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટેક્નીકલ સર્વેલન્સ વિભાગમાં કામગીરી કરનારા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ સમગ્ર ગુજરાત પોલીસને નીચાજોણું કરી દીધુ છે. પોતાના જ સ્ટાફના લોકેશન તેઓ બુટલેગર્સને વેચતા હોવાનું સામે આવ્યું છે. લગભગ 15 અધિકારીઓના લોકેશન તેમણે બુટલેગરને આપ્યા છે. 3 મહિનામાં આવા 600 જેટલા લોકેશન વેચવાનો આખો કાંડ સામે આવતા ગુપ્ત રિપોર્ટ અને તપાસ બધું જ બુટલેગરના હાથમાં એક ઝટકે આવી જતું હતું. હાલમાં વાત વહેતી થઈ રહી છે કે લોકેશન વેચવાના બુટલેગર પાસેથી આ બંને 1 લાખ રૂપિયા લેતા હતા. બીજી વાત એ પણ છે કે લોકેશનના 20 હજારનો ભાવ બુટલેગર તેમને ચુકવતા હતા.

સુરતઃ ATM તોડવા ચોરોએ કરી ભારે મહેનત, જુઓ Video, આખરે થયા નિષ્ફળ, પછી?

DySP ચિરાગ દેસાઈ કરશે તપાસ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટેક્નીકલ સર્વેલન્સમાં કામ કરતા મયુર અને અશોક નામના બે કોન્સ્ટેબલ દ્વારા પોતાની જ પોલીસની જાસૂસી કરીને ગુનેગારોને ફાયદો થાય તે મતલબથી રેડ કે દરોડા પહેલા જ પોતાની પોલીસના લોકેશન બુટલેગરને આપી દેતા હતા. આ અંગેની જાણકારી સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાયની સામે આવતા તેમણે અહીંના એસપી લીના પાટીલને ધ્યાને લાવી હતી અને તે પછી આ કાંડ પર કાયદાનો સકંજો કસાવાનું શરૂ થઈ ગયું હતું. હાલ આ મામલે બંને કોન્સ્ટેબલને ડો. લીના પાટીલ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે પછી હવે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ આ સમગ્ર કેસની તપાસ સંભાળી રહ્યા છે. બંને શખ્સોના મોબાઈલને ફોરેન્સીક તપાસ માટે મોકલીને તેમના ડેટા મેળવી વિવિધ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

જયસુખ પટેલના ‘મગરના આંસુ’: મોરબીકાંડ પછી પહેલી વખત બોલ્યો કે… 

કયા બે બુટલેગર માટે કરતા હતા કામ?
તપાસનો સંપૂર્ણ રિપોર્ટ સુપ્રત કર્યા પછી જ આ જાસૂસીકાંડની વધુ વિગતો સામે આવશે. હાલ જે બાબતો સામે આવી રહી છે તેમાં શંકાઓ ઉપજી શકે તેમ છે. હાલ મુખ્ય બાબત એ પણ પોલીસ તપાસી રહી છે કે આ બંને કોન્સ્ટેબલ ભરુચના કુખ્યાત બુટલેગર નયન બોબડો અને વડોદરાના પરેશ ચૌહાણ ઉર્ફે ચકો સિવાય બીજા કયા બુટલેગર માટે કામ કરતા હતા અને બીજા કેટલા લોકેશન શેર કર્યા છે તે દીશામાં વધારે છે. શું તેમની સાથે સ્ટાફમાંથી અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કે કેમ તે પણ હાલ તપાસમાં છે. હાલ બાબત એવી સામે આવી છે કે આ બંને બુટલેગરને દર મહિને 1 લાખનો હપ્તો લઈને લોકેશન કાઢી આપતા હતા. લોકેશન આપવાની સાથે સાથે તેમણે ગણતરીના સમયમાં ગામમાં ઊભા કરેલા મકાનની પણ તપાસ હાથ ધરાશે તેવી પણ જાણકારીઓ મળી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT