BBC ડોક્યુમેન્ટરી સામે વિરોધ મેમોરેન્ડમ પર 302 સેલિબ્રિટીઝે કર્યા હસ્તાક્ષર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ દેશના પૂર્વ ન્યાયાધીશો, અમલદારો, રાજદ્વારીઓ અને લશ્કરી અધિકારીઓએ બીબીસીની ડોક્યુમેન્ટ્રી સામે મોરચો ખોલ્યો છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસીએ એક ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’માં બતાવવામાં આવેલી બાબતો સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 302 સેલિબ્રિટીએ તેના વિરોધના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં 133 નિવૃત્ત અમલદારો, 156 સશસ્ત્ર દળોના અધિકારીઓ, 33 ભૂતપૂર્વ રાજદ્વારીઓ અને 13 નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.

મહિસાગરઃ સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબ્યા એક સલામત મળ્યો પણ અન્ય યુવક નહીં

ગુજરાતની આ બાબતોને લઈ વિવાદ
આ મેમોરેન્ડમમાં એ વાત સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે કે પત્રકારત્વના સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને દૂષિત ઈરાદાથી ભારતની છબીને ખરાબ કરવાનો સસ્તો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેમોરેન્ડમમાં લખવામાં આવ્યું છે કે દસ્તાવેજી ફિલ્મમાં તથ્યોથી દૂર જઈને કથિત અને સાંભળેલા જેવા શબ્દોનો ઉપયોગ કરીને વાહિયાત અને બનાવટી વાતો કહેવામાં આવી છે. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતે તેના 452 પાનાના નિર્ણયમાં ગુજરાત રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના ક્લોઝિંગ રિપોર્ટનો સ્વીકાર કર્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાગેલા આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં બીબીસીએ દેશની લોકતાંત્રિક સંસ્થાઓને બદનામ કરવા માટે ડોક્યુમેન્ટ્રીમાં મનસ્વી બાબતો દર્શાવી છે. ડોક્યુમેન્ટ્રી નિર્માતાઓએ આરબી શ્રીકુમાર, હરેન પંડ્યા અને સંજીવ ભટ્ટને ટાંકીને ઘણી બધી બાબતો દર્શાવી હતી જે સત્ય અને તથ્યોની બહાર છે.

“પપ્પા બધાંનું ધ્યાન રાખજો…”: બિઝનેસમેન બનવા કેવડિયાના વેપારીના પુત્રએ ઘર છોડ્યું

ગુજરાત ઉપરાંત શું દર્શાવાયું
ગુજરાતના રમખાણો ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની અસ્થાયી જોગવાઈઓમાં ફેરફાર, દેશમાં મુસ્લિમોની સ્થિતિ અને નાગરિકતા સંશોધન અધિનિયમને તથ્યો વિના બતાવવામાં આવ્યા છે અને લોકોમાં ભ્રમણા ફેલાવવામાં આવી છે તેવા આરોપો લાગી રહ્યા છે. હસ્તાક્ષર કરનારાઓમાં જસ્ટિસ અનિલ દેવ સિંહ, જસ્ટિસ શિવ નારાયણ ઢીંગરા, ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ યોગેન્દ્ર નારાયણ, ભૂતપૂર્વ ગૃહ સચિવ એલસી ગોયલ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકનો પણ સમાવેશ થાય છે. આ મેમોરેન્ડમ પર ભૂતપૂર્વ RAW ચીફ સંજીવ ત્રિપાઠી, NIAના ભૂતપૂર્વ ડિરેક્ટર યોગેશ ચંદ્ર મોદીએ પણ હસ્તાક્ષર કર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT