હોળી પહેલા પ્યાસીઓના રંગ ઉડી જશેઃ જુનાગઢ પોલીસે લાખોનો વિદેશી દારુ ઝડપ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ હોળીનો તહેવાર નજીક છે, લોકો રંગોથી, ડાન્સ પાર્ટીથી અને મોજ મસ્તી સાથે આ તહેવાર ઉજવતા હોય છે. જોકે ઘણા લોકો એવા પણ હોય છે કે જેમને બસ દારુ પીવાનું બહાનું જોઈએ અને હોળીના તહેવારમાં દારુ પીને ધમાલ મચાવાના પણ પ્લાન કરી બેસતા હોય છે. જોકે ઘણા પ્સાસીઓના મોંઢાનો રંગ હોળી પહેલા જ ઉડી જાય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. જુનાગઢ પોલીસે સબલપુર ચોક પાસેથી લાખોની મત્તામાં દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ગુજરાતમાં દારુ બંધી છે અને હોળી, ધૂળેટીના તહેવાર આવી રહ્યા છે. તહેવારોમાં લોકો નશાની હાલતમાં ન મળે અને નશાખોરીમાં ન પડે તે માટે પોલીસે સતત કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે. હાલમાં જ જુનાગઢ પોલીસે સબલપુર ચોક પાસેથી હોળી પહેલા જ 18.67 લાખથી વધુનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે. જેના કારણે હોળી પહેલા જ પોલીસે પ્યાસીઓના અને દારુના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર્સના ચહેરાના રંગ ઉડાવી દીધા છે.

અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, 15,446 કરોડ રુપિયાના શેર વેચી માર્યા, આ કંપનીઓને આપી ભાગીદારી

ADVERTISEMENT

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી ડ્રાઈવ
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ સતત દારુની બદીને નાથવા મથામણ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના અપાઈ છે કે ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવાર આવી રહ્યા હોઈ નશાખોરીને લગતી બાબતો પર ચાંપતી નજર રાખવામાં આવે. દરમિયાન 1 માર્ચથી 8 માર્ચ સુખી ખાસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસને પોતાની કાર્યવાહી દરમિયાન માહિતી મળી હતી કે એક વાહનમાં દારુનો મોટો જથ્થો આવી રહ્યો છે અને તે રાજકોટથી જુનાગઢ તરફ એક ટાટા 407માં આવવાનો છે. પોલીસે વધુ વિગતો મેળવીને વોચ ગોઢવી દીધી હતી. સબલપુર ચોકડી પાસે આ ટ્રકમાંથી દારુનું કટિંગ થવાનું હતું.

કુપોષણમાં ગુજરાત દેશમાં નંબર 2, સરકાર પાસે કોઈ ડેટા નથી તેવો જવાબ મળ્યોઃ જીગ્નેશ મેવાણી

બટાટાની બોરીઓની આડસમાં મળ્યો દારુનો જથ્થો
પોલીસે પોતાને મળેલી માહિતી અનુસાર સબલપુર ચોકડી પાસે દારુનું કટીંગ થાય તે પહેલા જ આ ટ્રકમાં બટાકાની બોરીઓમાં આવતો દારુ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ટ્રકને અટકાવ્યો ત્યારે તેમાં બટાટાની બોરીઓ હતી. પોલીસે આ બોરીઓ હટાવડાવતા તેની આડસમાં દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલામાં રાજકોટના રહેવાસી દેવદત બાવકુભાઈ બસીયાની ધરપકડ કરી છે જ્યારે જુનાગઢના ધીરેન અમૃતલાલ કારિયા અને ભગા કરશનભાઈ ભરાઈને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

ADVERTISEMENT

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જુનાગઢ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT