મહિસાગરઃ હોન્ડા શો-રૂમમાં આગ, લોકો ફાયર વિભાગ પર થયા ગુસ્સે, જુઓ Video વાહનો બળીને ખાખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ સંતરામપુરના હોન્ડાના એક શો રૂમમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના લોકો પણ આગ પર કાબુ મેળવવામાં જોતરાયા પણ તેમાં ફાયદો થયો નહીં. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લુણાવાડા અને સંતરામપુરના ફાયર ફાયટર સ્થળ પર દોડી આવ્યા હતા.

ફાયર વિભાગ પર લોકો થયા ગુસ્સે
સંતરામપુરના નરસિંગપુર વિસ્તારમાં આવેલા ગાંધી મોટર્સ હોન્ડા શોરૂમમાં અચાનક આગ લાગી હતી. અહીં રાખવામાં આવેલા લગભગ તમામ દ્વીચક્રી વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં લોકોમાં પણ ફાયર વિભાગ સામે રોષની લાગણી જોવા મળી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફાયર વિભાગ મોડું આવ્યું હતું. આ ઘટનામાં આગ પર કાબુ મેળવવા આસપાસના વિસ્તારની વીજળી પણ બંધ કરી દેવામાં આવી હતી. આ આગ કયા કારણે લાગી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. આગામી તપાસ દરમિયાન તેની વિગતો સામે આવી શકે છે.

ADVERTISEMENT

40 વર્ષ જુનું જાહેર શૌચાલય તોડ્યું પછી લુણાવાડા નગરપાલિકાની મુશ્કેલીઓ વધીઃ જાણો ધારાસભ્યએ શું કર્યું

જાનહાની ન થતાં હાંશકારો
મહિસાગરના સંતરામપુર ખાતે આવેલા હોન્ડાના વાહનોના એક શો રુમમાં સોમવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગને કાબુમાં કરવાના સ્થાનીકોએ પ્રયત્નો કર્યા પણ તે પ્રયત્નો કારગર નીવડ્યા નહીં. બનાવ સંદર્ભે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.  સંતરામપુર તેમજ લુણાવડાના ફાયર ફાયટર સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં ફાયર વિભાગને આખરે સફળતા મળી હતી. જોકે આ ઘટનામાં ઘણા બધા વાહનો અને તે સાથેનો માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. બનાવમાં જોકે કોઈ જાનહાની નહીં થતા લોકો અને ફાયર વિભાગે પણ હાંશકારો લીધો હતો.

(ઈનપુટઃ વીરેન જોશી.મહિસાગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT