ગુજરાતમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ઝુંબેશઃ ઋષિકેશ પટેલે કરી જાહેરાત
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકાર તબક્કાવાર પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના…
ADVERTISEMENT
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકાર તબક્કાવાર પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. તેમણે આજે બુધવારે ગાંધીનગર ખાતે આ અંગેની જાહેરાત કરતા તબક્કાવાર વાત કરી હતી કે કેવી રીતે આ કામગીરી થશે
સરકારે શું કરી છે જાહેરાત
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમણે આ સંદર્ભે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ કરશે
તેમણે વધુમાં કહ્યું કે, આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT