ડાકોર તરફ પદયાત્રીઓનો ઘસારો શરૂ: ફાગણી પુનમનું અનેરું દર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ ડાકોરમાં ફાગણી પુનમના દર્શનનું અનેરૂ મહત્‍વ છે. આ દિવસે દર્શનનો લાભ લેવા ગુજરાતના ગામે ગામથી શ્રધ્‍ધાળુઓ તથા પદયાત્રીઓ લાખોની સંખ્‍યામાં ઉમટી પડે છે. ત્યારે રસ્કાથી ખાત્રજ ચોકડી, સિહુંજ ચોકડી, મહુધા, અલીના અને ત્યાર બાદ ભક્તો ડાકોર પહોંચે છે. ત્યારે ખાત્રજ ચોકડી પર મહેમદાવાદ પોલિસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા રાખવાની સાથે સાથે પદયાત્રીઓના સ્વાસ્થ્ય ને પણ નુકશાન ના થાય એ માટે લીંબુ પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત દિવસ પદયાત્રીઓનો ઘસારો આ રૂટ પર આવી રહ્યો છે. ત્યારે મહેમદાવાદ પોલીસ પદયાત્રીઓને અનોખી રીતે સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે.

ભાવનગરનો એવો વિસ્તાર જ્યાં કોઈ રહેતું નથી, દરિયાના વચ્ચે છે આકર્ષક ટાપુ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. જેને લઈને ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ફાગણી પૂનમને લઈ દર્શનનો સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 6 માર્ચના સોમવારે ફાગળ સુદ ચૌદસના દર્શનનું પણ અનેરું મહામ્ય રહેલું છે. સાથે જ 7 માર્ચે ફાગળ સુદ પુનમના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ આવતું હોય છે. તે પછી 8 માર્ચને બુધવારે ફાગણવદ એકમને લઈને દોલોત્સવનો ઉત્સવ ઉજવશે જેમાં વહેલી સવારે 5:00 વાગે મંદિર ખુલી 5:15 વાગે મંગળા આરતી થશે. તો આવો જાણીએ આ દિવસોમાં મંદિરમાં દર્શન કરવાના સમય ગાળામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને ભક્તો રણછોડજીના દર્શનનો લાભ કયા સમય દરમિયાન લઈ શકશે?

તારીખ 6 માર્ચ સોમવારે ફાગણસુદ ચૌદસે દર્શનનો સમય
– વહેલી સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે
– 5 વાગે મંગળા આરતી થશે
– 5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે
– 8:30 વાગે દર્શન ખુલી 1:00 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
– 1:00 થી 1:30 દર્શન બંધ રહેશે
– બપોરે 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે, જે દર્શન 5:30 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
– 5:30 થી 5:45 બંધ રહેશે 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:00 સુધી ખુલ્લા અને અંતે 8:45 વાગે મંદિર બંધ થશે

ADVERTISEMENT

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવતી મહિલાઓનો હોબાળો- Video

બીજે દિવસે એટલે ફાગણ સુદ પૂનમ 7 માર્ચ ને મંગળવાર
– વાહલી સવારે 3:45 વાગે મંદિર ખુલી 4:00 મંગળા આરતી થશે જે દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે
– 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે
– 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે
– 2:30 થી 3:00 સુધી દર્શન બંધ રહેશે
– બપોરે 3:00 થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 5:30 થી 6:00 સુધી દર્શન બંધ રહેશે
– 6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:15 ખુલી ભગવાન અનુકૂળતાએ પોઢી જશે એટલે મંદિર બંધ

અમરેલી બાદ ડાંગમાં પણ ધૂંઆધાર વરસાદ શરૂ થયો- Video

ત્રીજે દિવસે એટલે ફાગણવદ એકમ ને 8 માર્ચ ને બુધવાર દોલોત્સવનો ઉત્સવ ઉજવશે
– વહેલી સવારે 5:00 વાગે મંદિર ખુલી 5:15 વાગે મંગળા આરતી થશે.
– 5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે
– 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે
– બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
– 2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે
– 3:30 થી 4:00સુધી દર્શન ખુલ્લા રહેશે
– 4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે
– સાંજે 5:00 વાગે નિજ મંદિર ખોલી 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર પોઢી જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT