રાત્રે વાસદ હાઈવે પરથી જતા ચેતજોઃ પોલીસ લૂંટારુઓને જોઈ ગઈ નહીં તો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ છેલ્લા ઘણા સમયથી વાસદ પાસેનો હાઈવે ક્રાઈમની ઘટનાઓને અંજામ આપવા માટેનો હાઈવે બન્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. અવારનવાર આ હાઈવે પરથી દારૂ કટીંગની ઘટના અને લૂંટ તથા ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં વાસદ પોલીસે બુધવારની રાત્રે તમંચા અને છરા જેવા મારક હથિયારો સાથે ધાડ અને લૂંટ કરવાનો પ્રયત્ન કરી રહેલી ટોળકીના બે ઈસમોને નેશનલ હાઇવે 48 ઉપર, અડાસ ગામ નજીકની એક હોટલ પાસેથી ઝડપી પાડ્યા. જ્યારે ટોળકીના અન્ય ચાર ઇસમો અંધારાનો લાભ લઇને ફરાર થઈ ગયા છે. પોલીસે આજે ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બન્ને આરોપીના 7 દિવસના રિમાંડ પણ મંજુર કર્યા છે.

ગૃહ રાજ્યમંત્રીના સુરતમાં 24 કલાકમાં 3 હત્યા, એક બનાવ CCTVમાં કેદ

પોલીસ પેટ્રોલિંગમાં હતીઃ લૂંટારૂઓ હથિયાર બતાવી લૂંટવા જતા હતા
વાસદ પોલીસ મથકની હદમાં આવેલ હાઈવે પર બનતીધાડ- લૂંટ તથા દારૂ કટીંગની બદીઓ ડામવા વાસદ પોલીસ મથકમાં ફરજ બજાવતા રણજીતસિંહ લક્ષ્મણસિંહ રાત્રિના સમયે સરકારી મોટરસાયકલ ઉપર પેટ્રોલિંગમાં હતા. આ સમયે તેઓને બાતમી મળી હતી કે, અડાસ નજીક આઈ માતા હોટલ પાસે કેટલાક ઇસમો સફેદ કલરની ગાડી લઈને ઊભા છે અને હાઇવે પરથી પસાર થતા વાહનોને હથિયાર બતાવી લૂંટવાની કોશિશ કરી રહ્યા છે. જે બાતમીના આધારે રણજીતસિંહે પોતાના ઉપરી અધિકારીને સમગ્ર બાબતની જાણ કરતાં, તેઓ પોલીસ ટીમ સાથે આઇ માતા હોટલ નજીક પહોંચ્યા હતા. જ્યાં ઉભેલા છ ઇસમોમાંથી એક ઇસમ તમંચા જેવું હથિયાર બતાવી રસ્તા ઉપરથી પસાર થતા વાહનોને રોકવાની કોશિશ કરતો હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમ નજીક જતાં જ ટોળકીના માણસોએ ભાગવાની કોશિશ કરી હતી. આ સમયે એક ઈસમને રણજીતસિંહ લક્ષ્મણસિંહ દબોચી લીધો હતો. જ્યારે બાકીના ઈસમો મોગર તરફ જતા ખેતરોમાં ભાગ્યા હતા. જેથી પોલીસની ટીમે તેમનો પીછો કરી વધુ એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

GUJARAT હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીની પસંદગી

ઘાતક હથિયારો સાથે ખુલ્લેઆમ ફરતા હતા લૂંટારૂઓ
ઝડપાયેલા બંને ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ ઉત્તરપ્રદેશના સંદીપ રાજેશસીંગ નરોત્તમસીંગ સિસોદિયા તથા રવિકુમાર ઉર્ફે કુલદીપ બિજેન્દ્રસિંહ ભુપતસિંહ ચૌધરી તરીકે આપી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતા, ગાડીની પાછળની સીટમાં એક લાલ રંગના થેલામાં દેશી તમંચો, બે જીવતા કારતુસ અને એક ખાલી કારતુસ તેમજ એક ધારદાર છરો મળી આવ્યો હતો. જ્યારે એક તમંચો પોલીસે સંદીપ પાસેથી કબજે લીધો હતો. પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીઓ બાબતે પૂછપરછ કરતા તમામ ઉત્તરપ્રદેશના કનૈયા ઉર્ફે કાના ભગેલ, ક્રિષ્ના ચૌધરી, સુંદર ભાગેલા તથા પંકજના હોવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેને લઈને પોલીસે ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે બન્ને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરઃ ઝડપની મજા બની મોતની સજા, કાર પરનો કાબુ ગુમાવતા જુઓ VIDEO શું થયું

એક લૂંટ ફેઈલ ગઈ તો ઘડ્યો બીજો પ્લાન
આ સમગ્ર ઘટના અંગે વાસદ પોલીસ મથકના પીએસઆઇ આર.સી. નાગોલે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, પોલીસ અધીક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ રાત્રીના સમયે હાઇવે ઉપર તેમજ રહેણાક વિસ્તારોમાં મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા માટે સઘન નાઇટ પેટ્રોલિંગ રાખી અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. જે અન્વયે અમે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી આગળ છ ઇસમો ઊભા રહી રસ્તા ઉપર પસાર થતા વાહનોને હથિયાર બતાવી રોકવાની કોશીશ કરતા હોવાની માહીતી મળતા સરકારી વાહન સાથે સ્થળ ઉપર જતા આ ઇસમો પોલીસ વાહન જોઇ નાસવા લાગ્યા હતા. જોકે, તે પૈકી બે ઇસમોને સ્થળ ઉપરથી પકડીપાડી બાકીના ઇસમો અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. પકડાયેલા ઇસમોની પુછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓ પુર્વઆયોજીત કાવતરૂ રચી ધાડ પાડવાના ઇરાદે નવસારી મુકામે એક ફાર્મ હાઉસ ઉપર ધાડ પાડવાની કોશીશમાં નિષ્ફળ જતા અડાસ આઇમાતા હોટલ નજીકમાં આણંદ તરફના હાઇવે ઉપર ધાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે વખતે પોલીસ આવી જઇ ધાડ પાડવાના પ્લાનને નિષ્ફળ બનાવી ગેરકાયદેસર પ્રાણઘાતક હથિયાર સાથે બે ઇસમોને પકડી પાડી પકડાયેલા તેમજ નાસી જનાર આરોપીઓ વિરુધ્ધ વાસદ પોલીસ મથક ખાતે ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ પોલીસે 1 લાખની કિંમતના બે દેશી બનાવટના તમંચા, બે નંગ જીવતા કારતુસ તથા એક ખાલી કારતુસ, એક ધારદાર છરો, 2 મોબાઈલ, સ્વીફ્ટ ડીઝાયર ગાડી મળી કુલ કિંમત રૂપિયા ૫,૦૩,૫૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઈસમો પ્રાણ ઘાતક હથીયારો સાથે હાઈવે તેમજ રહેણાંક વિસ્તારમા ધાડ તથા લૂંટની ઘટનાને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી અપનાવે છે. ભાગી ગયેલા ઈસમોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. સાથે જ આજે બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. અમે કોર્ટ સમક્ષ 15 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Gujarat માં ઠંડી ઘટતા જ શાળાઓ પૂર્વવત થશે, બેવડી ઋતુથી રોગચાળો બેકાબુ

ગેંગના બાકીના સાગરિતોને પણ જલ્દી ઝડપે તે જરૂરી
મહત્વનું છે કે, વાસદ હાઈવે પણ ગુનાખોરીનુ પ્રમાણ વધી રહ્યુ છે. એવામાં ઘાતક હથીયારો સાથે ધાડ તથા લૂંટની ઘટનાને અંજામ આપતી ગેંગના 2 સભ્યો પોલીસ ગિરફ્ત મા આવ્યા છે. અને પોલીસ આખી ગેંગને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ત્યારે આ ગેંગના અન્ય ઈસમોને પણ પોલીસ જલ્દી ઝડપે તે જરૂરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT