ગુજરાતઃ એકાંતમાં પ્રણયલીલા કરતા કપલ્સ સાવધાન! ‘ગુફ્તગુ ગેંગ’ને કાયદાનો પાઠ
હેતાલી શાહ.આણંદઃ પ્રેમાલાપ કરવા કોઈ પણ જગ્યાએ કપલ એકાંતમાં બેસી જતા હોય છે. જોકે મોટાભાગના કપલના પ્રેમ પ્રકરણ ખાનગી હોય છે જે બહુ ઓછા લોકો…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ પ્રેમાલાપ કરવા કોઈ પણ જગ્યાએ કપલ એકાંતમાં બેસી જતા હોય છે. જોકે મોટાભાગના કપલના પ્રેમ પ્રકરણ ખાનગી હોય છે જે બહુ ઓછા લોકો જાણતા હોય છે, જેનો ફાયદો લૂંટારૂ ગેંગ સરળતાથી ઉઠાવી જાય છે. આવી જ એક લૂંટની ઘટના આણંદમાં બની છે. જ્યાં આણંદના અક્ષર ફાર્મ પાછળ એકાંતમાં બેસેલા કપલને પોલીસની નકલી ઓળખ આપીને કેટલાક શખ્સો દ્વારા લૂંટ આચરી હતી. જોકે કપલે પોલીસ કમ્પલેન નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં લૂંટ આચરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા કપલને આવા તત્વો દ્વારા જીવનમાં ન ભુલાય તેવા અનુભવો પણ થયા છે. હત્યા, મારામારી, લૂંટ, બ્લેક મેઈલિંગ, દુષ્કર્મ સહિતની ઘટનાઓની શક્યતાઓને કારણે જવાબદારી સાથે પગલા લેવા જ હિતાવહ રહે છે.
ગુજરાતીઓ ઉત્તરાયણ પહેલા આ નંબર સેવ કરી લોઃ અબોલ જીવોને બચાવવામાં કરી શકો છો મદદ
શું બન્યું હતું તે દિવસે અક્ષર ફાર્મ પાછળ
આણંદ શહેરના અક્ષર ફાર્મ પાછળ રોડ ઉપર થોડા દિવસ પહેલાં એક કપલ એકાંતમાં બેઠું હતું. તે દરમિયાન બાઈક ઉપર ત્રણ અજાણ્યા ઈસમો આવી ચઢ્યા હતા. તેમણે તુરંત યુવકને ધમકાવી પોલીસ તરીકેની નકલી ઓળખ આપી યુવકના ગળા ઉપર છરી મૂકી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. યુવકનું એટીએમ કાર્ડ મેળવી એટીએમનો પિન અને આઈફોન મોબાઈલ લૂંટી લઇ જઈ એટીએમમાંથી 16000 હજાર ઉપાડી લીધા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દળી દળીને ઢાકણીમાં ભર્યું: સર્વે પાછળ 700 કરોડ ખર્ચ્યા બાદ હવે રદ્દ કર્યો
કોણ હતા આ શખ્સો?
પોલીસને બાતમી મળી હતી કે, અક્ષર ફાર્મ પાછળ યુવકને લૂંટી લેનાર ત્રણ શખ્સો લોટીયા ભાગોળ પાસે ગુનામાં વપરાયેલ બાઈક સાથે ઊભા છે. જે બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેઓની પુછપરછ કરતા તેઓ આણંદના અમિત વિકાસ સરગરા, પ્રકાશ સુરેશ ગોહેલ અને ભાવેશ ઉર્ફે તન્નું હેમંત જોશી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસેથી લૂંટમાં ગયેલા આઈફોન મોબાઈલ અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી મોટર સાયકલ કબ્જે લીધી હતી. પોલીસે ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા ત્રણેએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. સાથે જ કોર્ટ પાસે તેમના રિમાન્ડ માટે અરજ કરી હતી ત્યારે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT