ગૃહ રાજ્યમંત્રીના સુરતમાં 24 કલાકમાં 3 હત્યા, એક બનાવ CCTVમાં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતના સુરત શહેરમાં હત્યા જેવી ગુનાહિત ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં વધતી જતી હત્યાઓથી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.ગુનેગારો જાણે કાયદાનો ડર ન હોય તેમ તિક્ષ્ણ હથિયારો વડે ખુલ્લેઆમ હુમલો કરી લોકોની હત્યા કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શહેરના વરાછા, અમરોલી અને લિંબાયત વિસ્તારમાં એક-એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે જાહેરમાં બનેલી હત્યાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

સુરેન્દ્રનગરઃ ઝડપની મજા બની મોતની સજા, કાર પરનો કાબુ ગુમાવતા જુઓ VIDEO શું થયું

લોકોની અવરજવર વચ્ચે જાહેરમાં યુવકને રહેંશી નાખ્યો
CCTVમાં કેદ થયેલી આ તસવીરો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની કમલપાર્ક સોસાયટીની છે. તસવીરોમાં જોઈ શકાય છે કે રસ્તા પર લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે, આ દરમિયાન એક વ્યક્તિ બાઇક લઈને રોડ પર ઉભો છે અને બે લોકોએ તેના પર ગુસ્સે ભરાઈને હુમલો કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારબાદ બાઇક રોડ પર પડી અને બાઇક સવાર વ્યક્તિ પણ તે રોડ પર ઘાયલ થઈને નીચે પડી જાય છે. લોકોની અવરજવર વચ્ચે બનેલી આ હત્યાની ઘટનાને જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખુશાલ કોઠારી નામના વ્યક્તિ પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ખુશાલ કોઠારીને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં થોડો સમય સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલમાં વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થોડા દિવસો પહેલા હત્યાને અંજામ આપનાર આરોપી અને ખુશાલ વચ્ચે ઝઘડો થયો હતો. હુમલાખોર અને મૃતક બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, જૂની અદાવતના કારણે તેની હત્યા કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. વરાછા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.

અપ્રમાણસરની મિલકતઃ ગાંધીધામમાં CGSTના આસી. કમિશનર અને તેની પત્નીને ત્યાં CBIની કાર્યવાહી, 42 લાખ જપ્ત

પતિએ હત્યા પછી પોલીસને કહ્યું કે…
સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. આમરોલી વિસ્તારમાં પતિ કુલદીપ સાહોએ પ્રેમી સાથે જવાની જીદ પર પત્ની રીના દેવીની સાડી વડે ગળું દબાવી હત્યા કરી હતી. પરિવાર ત્રણ દિવસ પહેલા ઝારખંડથી સુરત આવ્યો હતો. હત્યા બાદ પતિએ પોતે જ હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્રણ બાળકો હોવા છતાં પતિ કુલદીપને ખબર પડી કે પત્ની રીના દેવીનું કોઈ અન્ય સાથે અફેર છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ કુલદીપે પોલીસને જાણ કરી છે કે પત્નીને વારંવાર સમજાવ્યા બાદ પણ તેણે તેના પ્રેમી સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. તે તેની પત્નીને તેના પ્રેમીથી દૂર રાખવા માટે ઝારખંડથી સુરત લાવ્યો હતો, પરંતુ પત્ની સતત તેમાં જ રચીપચી રહેતી હતી. તેણીએ પ્રેમી સાથે સંપર્ક કર્યો, જેથી તેણે તેની હત્યા કરી છે. પત્ની રીના દેવી ઝારખંડમાં રહેતા તેના પ્રેમી સાથે સતત ફોન પર વાત કરતી હતી. હત્યાની રાત્રે 12.30 વાગ્યે રીના દેવી કુલદીપ સાથે ઝઘડો કર્યા બાદ ઘર છોડવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાન તેણે આવેગમાં માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને સાડી વડે તેણીનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ તેણે તેના ભાઈને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી. તે ભાગવાને બદલે આમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

ADVERTISEMENT

Gujarat માં ઠંડી ઘટતા જ શાળાઓ પૂર્વવત થશે, બેવડી ઋતુથી રોગચાળો બેકાબુ

જમવા બાબતે ઝઘડ્યા અને થઈ હત્યા
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. અહીં 20 વર્ષીય યુવકે 40 વર્ષીય શબ્બીર સાથે એકસાથે જમવા બાબતે ઝઘડો કર્યો હતો, ત્યારબાદ યુવકે શબ્બીરને માથામાં હથોડી વડે મારતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. શબ્બીર ઉર્ફે પપ્પુને પણ ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT