વડોદરામાં વૈભવી BMW કારમાં લાગી આગઃ જોત જોતામાં ખાખ- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વડોદરાના પાદરા વિસ્તારમાં આજે એક વૈભવી BMW કારમાં આગ લાગવાની ઘટના બની છે. BMW કારમાં આજે ગુરુવારે જાહેર રસ્તા પર અચાનક આગ લાગી જતા રસ્તા પર ટ્રાફીકને રોકી લેવામાં આવ્યો હતો. સાથે જ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. જોકે ફાયર વિભાગ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરે ત્યાં સુધી તો લગભગ કારમાં કશું જ બચાવવા જેવું રહ્યું ન હતું.

12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા, વિદેશમંત્રીએ આપ્યો આંકડો

BMWમાં આગ વધે તે પહેલા બે વ્યક્તિનો બચાવ
વડોદરાના પાદરા વિસ્તારની નજીક જાહેર રોડ પર ગુરુવારે અચાનક BMW કારમાં આગ લાગી ગઈ હતી. આ કારમાં બે વ્યક્તિ સવાર હતા. જોકે સદભાગ્યે કારમાં સવાર બંને વ્યક્તિના જીવ બચી ગયા હતા. સમય રહેતા જ તેઓ બહાર આવી જતા તેમના જીવનું જોખમ ટળ્યું હતું. કારમાં લાગેલી આગને લઈને કુતુહલ વસ લોકોના ટોળા દોડી આવ્યા હતા. ઘટનાને લઈને ટ્રાફીકની અવરજવર રોકી દેવાતા આસપાસ સામાન્ય ટ્રાફીક જામની સ્થિતિ ઊભી થઈ હતી. આ તરફ આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે અહીં પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. જોકે આગ એટલી ભયાનક હતી કે તેમાં કાર ખાખ થઈ ગઈ છે.

ADVERTISEMENT

NSA અજીત ડોભાલે રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત , જાણો શું થઈ ચર્ચા?

આગ લાગવાનું કારણ અકબંધ
અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે જાહેરમાર્ગ ઉપર અફરા-તફરીનો માહોલ સર્જાયો. મોંઘીદાટ કાર જોતજોતામાં અગનગોળામાં ફેરવાઈ ગઇ. લોકોમાં નાસભાગ મચી ગઇ હતી
બીજી તરફ જાહેર માર્ગ પર BMWમાં લાગેલી આગના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પાદરા અને વડોદરા ફાયર વિભાગના જવાનો બનાવની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT