સુરતના ધારાસભ્યનો ટ્રાફીક DCPને પત્રઃ પ્રતિબંધિત સમયમાં વાહનોને પ્રવેશ પર કાર્યવાહી કેમ નહીં?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત ટ્રાફિક સમસ્યાને લઈને તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે. તેઓએ સુરતના ટ્રાફિક ડીસીપી ને પત્ર લખીને સમસ્યાઓ વિશે રજૂઆત કરી છે. પોતાના બેબાક સ્વભાવ માટે જાણીતા કુમાર કાનાણીએ ફરી અગાઉ પણ સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્ર સામે બાથ ભીડી હતી. અને હવે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરતા ફરી એક વખત ધારાસભ્ય કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે. સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશી પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ થઇ રહ્યો અને આવા વાહનો સામે પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત શહેરના ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી છે. અને સાત દિવસમાં આ અંગે કાર્યવાહી ન કરવાનું કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરતમાં ભાઈની GFએ યુવતીને મળેલી સરકારી નોકરીની ઉમેદવારી રદ કરવા અરજી કરી નાખી, વિચિત્ર છે કારણ

ભારે વાહનો બેફામ
ભાજપ ના ધારાસભ્ય કુમાર કાનાનીએ સુરત ટ્રાફિક ડીસીપીને સંબોધી ને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7.00થી રાત્રે 10.00 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8.00 થી બપોરે 1.00 તથા સાંજે 5.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે, અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે. આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. તેમનું કારણ મને લેખિતમાં દિન-7 માંજણાવશો.

લાખો દાગીના-રૂપિયા ભરેલો થેલો મહિલા રિક્ષામાં ભૂલી ગઈઃ પછી પોલીસે કરી એવી રીતે મદદ કે…

પોતાની જ સરકાર સામે અગાઉ પણ કરી ચુક્યા છે રજૂઆત
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ પહેલા જ કુમાર કાનાણીએ પોતાની જ સરકાર સામે પણ વિદ્યાર્થીઓના અભ્યાસની લોન બાબતે અવાજ ઉઠાવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ પહેલા પણ તેઓ સુરત મહાનગરપાલિકા સામે બાથ ભીડી ચૂક્યા છે. હવે ફરી એક વખત તેઓએ શહેરમાં ટ્રાફિકના જાહેરનામાના ભંગ અંગે ટ્રાફિક ડીસીપીને પત્ર લખીને ચર્ચામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT