ભાવનગરઃ વેલેન્ટાઈન્સ ડેના બીજા દિવસે સિહોર તાલુકા પંચાયતમાં પ્રેમી પંખીડાનો આપઘાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગરના સિહોરમાં વેલેન્ટાઈન્સ ડેના બીજા જ દિવસે પ્રેમી પંખીડાઓએ જીવન ટુંકાવી દીધાની કરુણ ઘટના બની છે. સિહોર ખાતે તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં આવેલા વડલાના ઝાડ સાથે દોરી બાંધી પ્રેમી પંખીડાએ લટકી જઇ આપઘાત કરવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. બનાવ સંદર્ભે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરમાં કેફેની અનોખી પહેલ, ચાની ચુસકી માણી અને કપ પણ ખાઈ જવાનો

પોલીસને મળ્યું યુવકનું આધાર કાર્ડ
સિહોર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં વડલાના ઝાડે દોરી બાંધી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા લોકોના ટોળા પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમની પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં છોકરાનું નામ હાર્દિક કાળાભાઈ જમોડ ભાવનગરનો હોવાનું ખુલવા પામ્યું છે જ્યારે છોકરીની ઓળખ હજુ બાકી છે.

ADVERTISEMENT

બાળકને વાહન ચલાવવા આપતા ચેતજોઃ અકસ્માતમાં સગીરનું મોત થતા પિતા સામે FIR

પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ
પોલીસને આ કેસમાં યુવક કોણ છે તેની વિગતો મળી છે પરંતુ યુવતી કોણ છે તેની ઓળખ કરવા માટે તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસને આ મામલામાં હજુ સુધી તેમની પાસેથી કોઈ અંતિમ ચીઠ્ઠી કે એવું કાંઈ મળ્યું નથી કે જેના પરથી તેમના આપઘાત પાછળનું કારણ શું છે તે જાણી શકાય પરંતુ ઘટના સ્થળની સ્થિતિ જોઈ પ્રારંભિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોઈ શકે છે. જોકે પોલીસ હજુ કોઈ સચોટ નિષ્કર્ષ પર પહોંચી નથી, પોલીસ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરશે.

    follow whatsapp

    ADVERTISEMENT