‘ક્યા ગુંડા બનેગા…’વાસદમાં બુટલેગરે દારુના માલ કરતા વધારે ગુમાવવાનું થયું, 13 લાખના માલમાં 13 લાખ બીજા સલવાણાં
હેતાલી શાહ.આણંદઃ ગુજરાતમાં દિવસને દિવસે દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને પોલીસ સક્રિય થતા હવે બુટલેગરો દારૂની હેરાફેરી માટે આવનનવી તરકીબો અપનાવી રહ્યા…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ ગુજરાતમાં દિવસને દિવસે દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને પોલીસ સક્રિય થતા હવે બુટલેગરો દારૂની હેરાફેરી માટે આવનનવી તરકીબો અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ ખેડા જિલ્લામાં ટાટા ટર્બો ને મોડીફાઈ કરી દારૂની હેરાફેરી કરવાની મોડેસ ઓપરેન્ડીનો ખેડા પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે આ બનાવ બન્યાના 48 કલાકની અંદર વધુ બે બનાવ આણંદ જિલ્લામાંથી સામે આવ્યા છે, જ્યાં પ્લાયવુડની સીટ્સની આડમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાની હેરાફેરી કરતા ઈસમને મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તો એક બનાવમાં ભૂસાની આડમાં સંતાડીને વિદેશી દારૂની હેરાફેરીનો જથ્થા સાથે 2 ઈસમને પાડયા છે. પોલીસે આ બંને કાર્યવાહીમાં કુલ 60.02 લાખ રૂપિયાની જંગી મત્તા જપ્ત કલી લીધી છે.
ભરૂચઃ પાનોલી GIDCની કંપનીમાં આગ લાગતા બે ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ
પ્રથમ કાર્યવાહીમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘુ વાપરતા બુટલેગર
વધતા જતા દારૂની હેરાફેરીનું પ્રમાણ અટકાવવા માટે આણંદ જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આણંદ એલસીબી અને વાસદ પોલીસે વસદમાં અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
જિલ્લામાં વધતી દારૂની હેરાફેરીને અટકાવવા માટે વાસદ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વાસદ પોલસની ટીમને બાતમી મળી હતી કે, ટોલનાકા પાસેથી ટ્રકમાં પ્લાયવુડની સીટ્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. જે માહિતીના આધારે વાસદ પોલીસની ટીમ વાસદ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન બાતમી વાળી ટાટા ટ્રક નંબર એમ એચ 46 બીબી 47 72 માં ગેરકાયદેસર રીતે ગુપ્ત ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ 13,70,100 રૂપિયાની 4,656 બોટલ મળી આવી હતી. જે જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે ટ્રક સાથે મળેલા બે મોબાઈલ ફોન, 350 જેટલી પ્લાયવુડની સીટ મળી કુલ રૂપિયા 27 લાખ 38,600 નો મુદ્દામાલો જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે 13.70 લાખના દારુને છુપાવવામાં બુટલેગરોએ ગણિત જ ઉંધા માર્યા કે શું, કે તેમણે આટલા માલ માટે થઈને ટ્રક, મોબાઈલ, પ્લાયવુડ સીટ્સ વગેરે મળી બીજી 13.68 લાખની કિંમતનું જાણે રિસ્ક ભારે પડી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે.
પોલીસે શું કહ્યું?
આ અંગે વાસદ પીએસઆઇ આર.સી.નાગોલે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,” બાતમીના આધારે વાસદ ટોલનાકા પરથી પ્લાયવુડની સીટો ની આડ માં ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી નો પડદાફાશ કર્યો છે. જેમાં એક આરોપી હરિયાણાનો વેદપાલ પંડિતને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિ હાલ ફરાર છે. ત્રણેય ઈસમો સામે પ્રોહિબિસન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઈસમોએ ટ્રકની અંદર લોખંડ ગુપ્તખાનું બનાવ્યું હતું. અને ખાનાની ઉપર તથા આગળની બાજુ થઈને 350 જેટલી પ્લાયવુડની સીટ મૂકવામાં આવી હતી. જેની તપાસ કરતા 13,70,100 રૂપિયા નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.
ADVERTISEMENT
AAP MLA ચૈતર વસાવા પહોંચી ગયા આદિવાસી યુવકના લગ્નમાં, વરરાજાને ખભે બેસાડી નાચ્યા- Video
બીજી કાર્યવાહીમાં બુટલેગર એટલા પણ હોશિયાર ન નીકળ્યા
આ સાથે જ આણંદ એલસીબીની ટીમ પણ જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરી રહી છે. દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, વાસદ બગોદરા હાઈવે પર મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં ભુસાની આડમાં વિદેશી દારૂની બોટલો સંતાડી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પછી બાતમીના આધારે આણંદ એલસીબીની ટીમ વાસદ બગોદરા હાઈવે પર વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન ટ્રક નંબર એમ.એચ 04 HS 2082 નંબરની બાતમી વાળી ટ્રક આવતા ટ્રકને રોકી તલાશ કરતા પ્લાસ્ટિકની થેલીઓમાં ભુસુ ભરેલું હતું. જે થેલીઓની નીચે જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની પેટીઓ સંતાડેલી હતી. પોલીસે ગણતરી કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 386 નંગ પેટી તથા બિયરની 175 પેટી મળી કુલ 22 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સાથે જ પોલીસે ટ્રક, મોબાઈલ, ભુસુ ભરેલી 155 નંગ થેલીઓ તથા દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 32,64,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 2 ઈસમો મહારાષ્ટ્રના સતારાનો નીતિન ઉર્ફે નવનાથ , મહારાષ્ટ્રના સોલાપુર નો શંભુ દેવ ઉર્ફે વિનોદ ને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય આરોપી થાને નો રહીશ સુમિત જલંદર સેહવાલ ને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અવારનવાર જિલ્લામાંથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જોકે પોલીસની સતર્કતાએ બુટલેગરોની આ નવી મોડેસ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કરતા હવે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે.
ADVERTISEMENT