Breaking News: અદાણી મુદ્દે પહેલી વખત બોલ્યા અમિત શાહઃ કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ હિંડનબર્ગની રિપોર્ટ આવ્યા પછી છેલ્લા ઘણા સમયથી વિપક્ષો અને સ્ટોક માર્કેટના ઈન્વેસ્ટર્સ દ્વારા સતત રાહ જોવાઈ રહી હતી કે આ મામલામાં સરકાર તરફથી કોઈ ફોડ પાડવામાં આવે. જોકે જ્યાં એક તરફ ખુદ વડાપ્રધાન પર અદાણી (Adani) ગ્રુપ માટે લાલ જાજમ બીછાવવાના આરોપ લાગી રહ્યા હતા ત્યારે સંસદમાં પણ તેમણે આ મામલામાં સ્પષ્ટતા કરી ન હતી. આજે અમિત શાહ (Amit Shah)ને આ અંગે એક ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા ઈન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો છે. તેમણે આ મામલે સ્પષ્ટતા કરી છે. આ ઉપરાંત ત્રિપુરા અને આગામી 2024ની ચૂંટણી તથા પીએફઆઈ મામલામાં પણ શાહે વાત કરી છે.

જુઓ… મારી મમ્મી સળગી રહી છે’, બુલ્ડોઝર એક્શન વખતે માં-દીકરીનું બળીને મોત

2024ની ચૂંટણીમાં BJPનું કોઈ પ્રતિસ્પર્ધી નથીઃ શાહ

અમિત શાહે આ ઈન્ટરવ્યૂ દરમિયાન વર્ષ 2024માં લોકસભાની આવી રહેલી ચૂંટણી મામલે કહ્યું કે, ભાજપનો 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પ્રતિસ્પર્ધી જ નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકોનો સંપૂર્ણ ટેકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની ‘મન કી દૂરી’ હટાવી દીધી છે, 8 વર્ષમાં 51 પ્રદેશની મુલાકાત લીધી છે. જી 20ની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય તે સ્વાભાવીક છે.

ADVERTISEMENT

વેરાવળના ડો. અતુલ ચગ કેસમાં સાંસદ પરીમલ નથવાણીએ હર્ષ સંઘવીને કહ્યું…

PFI અંગે શું કહ્યું અમિત શાહે
અમિત શાહે કહ્યું કે, પીએફઆઈ કટ્ટરવાદ ફેલાવી રહ્યું હતું. અમે તેના પર પ્રતિબંધ મુક્યો અને તે વોટ બેન્ક કરતાં આગળ વિચારીને તેના ઉદયને રોક્યો છે. આ ઉપરાંત “કોઈનું યોગદાન દૂર કરવું જોઈએ નહીં,” તેવું કહીને અમિત શાહે શહેરોના નામ બદલીને મુઘલ ઇતિહાસને ભૂંસી નાખવાના આરોપોને નકારી કાઢ્યા હતા. અમે ત્રિપુરામાં ગુંડાગીરી અને ડ્રગ્સના ધંધાને નાબુદ કરવા માટે પગલા લીધા છે.

ADVERTISEMENT

CAA-NRC અંગે કહ્યું
આ મુદ્દાઓ ચૂંટણીમાં કેમ ઉઠાવાતા નથી, ના તમારી તરફથી ના વિપક્ષો તરફથી? શાહે કહ્યું કે, કે આ સવાલ ઉઠાવવાનો અમારો તો સવાલ જ નથી. કારણ કે અહીં શિડ્યૂલ 6 અને ઈનરલાઈનથી પ્રોટેક્ટેડ 80 ટકાથી વધારે હિસ્સો છે. તેથી તે આ બાબતથી પ્રભાવિત જ થતો નથી.

ADVERTISEMENT

અદાણી મામલે શાહે કહ્યું…
અદાણી મામલામાં કોંગ્રેસ મિત્રતાનો આરોપ લગાવી રહી છે તો તે અંગે કહો? અમિત શાહે કહ્યું કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેસને સંજ્ઞાનમાં લીધો છે. દેશના કેબિનેટના સદસ્યના નાતે જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યારે કોઈ મેટરને સીઝ કરી હોય ત્યારે મારે કાંઈ કહેવું યોગ્ય નથી. પરંતુ આ મામલામાં ભાજપ માટે કાંઈ જ છૂપાવવાની જરૂર નથી અને ના ડરવાની જરૂર છે. રાહુલ ગાંધીજીની સંપૂર્ણ સ્પીચ અદાણી અદાણી અદાણી પર હતી. શાહે કહ્યું કે તે તો તેમની સ્પીચ છે તેમને વિચારવું જોઈએ. તેમની જે સ્ક્રિપ્ટ લખે છે તેમણે વિચારવું જોઈએ. રાહુલ ગાંધી કહે છે કે, ભારત જોડો યાત્રામાં ભાજપ પહેલા એન્ટી કરપ્શન હતી પરંતુ હવે તેમનામાં ક્રોની કેપિટલીઝમ છે. શાહે કહ્યું કે એક પણ આરોપ આજ દિવસ સુધી કોઈ લગાવી શકતું નથી. તેમની જ સરકારમાં તેમની જ એજન્સીઓએ કેગ હોય, સીબીઆઈ હોય તેમણે કરપ્શનને સંજ્ઞાન લઈને કેસ કર્યા હતા 12 લાખ કરોડના ગોટાળા કર્યા હતા.  એવો પણ સવાલ કરાયો કે કોંગ્રેસ કહે છે કે ભાજપે તમામ સિસ્ટમને પોતાની તરફ કરી લીધી છે. તેથી કોઈ તપાસ નહીં થાય. શાહે કહ્યું કે, તો પછી કોર્ટમાં જાઓને… કોર્ટમાં જતા નથી… મેં તો પેગાસીસ વખતે પણ કહ્યું હતું કે કોર્ટમાં જાઓ… ફક્ત બૂમો પાડે છે. કોર્ટ તો અમારા કબજામાં નથી ને…  જે લોકો પેગાસીસ મામલે ગયા હતા કોર્ટમાં કોર્ટે જજમેન્ટ પણ આપી દીધું. તપાસ પણ થઈ ગઈ.

BBCની ડોક્યૂમેટ્રી અને હિંડનબર્ગ અંગે કહ્યું…
અમિત શાહે બીબીસીની ડોક્યૂમેન્ટ્રી અને હિંડનબર્ગની રિપોર્ટ અંગે કહ્યું કે, જુઓ સત્ય જે હોય છે તેના પર એક હજાર કોન્સ્પિરન્સી કરી લો, કાંઈ થતું નથી તે કરોડો સૂર્યની જેમ તેજસ્વી બનીને સામે આવે છે. આ તો મોદીજીની પાછળ 2002થી કરી રહ્યા છે અને દરેક વખતે મોદીજી મજબૂત થઈને, સાચા બનીને અને લોકોની વધુ લોકપ્રિયતા હાંસલ કરીને આગળ આવ્યા છે.

 

(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે, સમાચાર અપડેટ થઈ રહ્યા છે, પેજ રિફ્રેશ કરતા રહેશો)

    follow whatsapp

    ADVERTISEMENT