પેપર ફૂટતા હતા ત્યારે CM મીડિયા સામે ન આવ્યા પણ બજેટ આવ્યું એટલે આવી ગયાઃ અમિત ચાવડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા આજે ગુરુવારે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા દેશના બજેટ અને પેપર લીક કેસ મામલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેમણે આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈ કાલે બજેટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ બજેટને અમૃતકાળનું બજેટ ગણાવ્યું હતું તે બાબતને લઈને પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં જ્યારે પેપર ફૂટતા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી મીડિયા સામે આવ્યા નહીં અને જ્યારે બજેટ આવ્યું ત્યારે પ્રતિક્રિયા આપવા આવી ગયા.

જ્યારે અમદાવાદમાં ગૌતમ અદાણીનું થયું અપહરણ, જાણો શું હતો સમગ્ર ઘટનાક્રમ

2014 પછી દેશનું દેવું પહેલા કરતા વધ્યુંઃ ચાવડા
ચૂંટણી લક્ષી કર્ણ પ્રિય બજેટ રજૂ કર્યું છે પણ આ છેલ્લું બજેટ છે. 2014થી દર વર્ષે કેટલીક બાબતોને હાઈલાઈટ્સ કરાય છે, શરૂઆતમાં સ્માર્ટ સીટિના સ્વપના બનાવ્યા, બ્લેકમની લાવવાની, પછી ધંધા રોજગાર અને તેના માટે જીએસટીની વાત કરી, પછી કોવીડમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ખેડૂત આંદોલન વખતે ખેડૂતોના માટે વાતો કરી પણ અમલીકરણની નીતિ ન હોવાને કારણે દેશના લોકોને તેનો લાભ નથી મળ્યો. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી અલગ અલગ પક્ષોએ રાજ કર્યું, ત્યાં સુધી 2014 સુધી દેશ પાસે 55લાખ કરોડ રૂપિયા જેટલું દેવું હતું. 2014થી ભાજપ સરકાર આવી અને 2023 સુધીમાં દેવું વધારી જાણે સિદ્ધી મેળવી હોય તેમ 2014થી આ દેવું વધીને 155 લાખ કરોડે આજે પહોંચ્યું છે. તેથી દેશ કઈ દિશામાં આ સરકાર લઈ જઈ રહી છે તે વિચારવું રહ્યું. પહેલા જે વચનો આપ્યા હતા તેનો હિસાબ આ બજેટમાં ક્યાંય જોવા મળ્યો નથી. અગાઉની યોજનાઓના હિસાબો ક્યાંય જોવા મળ્યા નથી. ગુજરાતમાં 2012થી પાકા મકાનનો સર્વે કરાવ્યો હતો. આજે પણ લોકો પાકા મકાનની રાહ જોઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે પૂર્વ CM ના ભત્રીજાની કોલેજની સંડોવણી?

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT