બોલો… મોબાઈલનો IMEI નંબર પણ બદલી નાખતો હતો આ શખ્સ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં અવારનવાર લોકોના ફોન ખોવાઈ કે ચોરી થઈ જવાની ઘટનાઓ બનતી રહે છે. અમદાવાદ પોલીસ પણ ફોન શોધવામાં કેવા પ્રકારે કામ કરે છે તે પણ આપણે જાણીએ છીએ પરંતુ અહીં વાત કાંઈક અલગ જ છે. અમદાવાદ પોલીસને એક ફોન શોધવાના કેસ દરમિયાન એક એવો ભેજાબાજ મળ્યો છે જે ફોનનો IMEI નંબર પણ બદલી નાખતો હતો. મોટા ભાગે પોલીસ IMEI નંબર પરથી ફોન શોધી કાઢતા હોય છે, પણ અહીં તો સ્થિતિ જ સાવ અલગ હતી.

Breaking: ન્યૂઝિલેન્ડમાં હવે આવ્યો ભૂકંપ, 6.1ની તિવ્રતાથી ધરા ધ્રુજી- Video

પોલીસને મળી માહિતી અને સામે આવ્યું આ નામ
અમદાવાદ સાયબર ક્રાઈમને છેલ્લા ઘણા સમયથી મળી રહેલી ફોન ચોરી અને તેને લગતી અન્ય ફરિયાદોને પગલે પોલીસ સ્ટાફ તેની પાછળ કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન પીએસઆઈ બી પી દેસાઈની ટીમને મળેલી માહિતી અનુસાર “અબ્દુલ ખાલીક નામનો ઇસમ નહેરુબ્રીજ ચાર રસ્તા એલીસબ્રીજ ખાતે આવેલ જનપથ કોમ્પલેક્ષમાં જી/૧૦ મન્નત કોમ્યુનિકેશન નામની દુકાનમાં મોબાઇલ ફોનનું રિપેરીંગનુ કામ કાજ કરે છે તે મોબાઇલ ફોનના ગેર કાયદેસર IMEI નંબરો બદલી આપે છે” માહિતી સાંભળીને પોલીસ પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી.

રાધનપુર વારાહી હાઇવે રક્તરંજીત બન્યો, જીપ-ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના મોત

IMEI નંબર બદલવાના સાધનો પણ કર્યા જપ્ત
પોલીસે મળેલી માહિતીને આધારે તપાસ કરતા આરોપી અબ્દુલખાલીક સ/ઓ મોંહમદ વસીમ શેખ (ઉ.વ ૩૭, રહેવાસી બ્લોક નંબર ૧૮૬/૧૧૭૫ ગુજરાત હાઉસીંગ બોર્ડ, જનરલ હોસ્પિટલની બાજુમાં બાપુનગર, અમદાવાદ) મોબાઈલ નંબરના IMEI નંબર બદલવામાં પારંગત હતો. પોલીસે તુરંત એક્શન લેતા મોબાઇલ ફોનના ગેર કાયદેસર IMEI નંબર બદલેલા મોબાઇલ ફોન સાથે તેમજ IMEI નંબરો બદલવામાં વપરાતા સાધનો સાથે તેને ઝડપી પાડ્યો હતો.

ADVERTISEMENT

કપલે પોતાની સુહાગરાતનો વીડિયો રેકોર્ડ કર્યો, ભૂલથી શેરનું બટન દબાવ્યું, વીડિયો આગની જેમ થયો વાયરલ

પુછપરછમાં શું બોલ્યો આરોપી
આ મામલામાં પોલીસે તેને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરતા તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ દરમિયાનમાં તેની સાથે પુછપરછ કરતાં પોલીસ સામે આરોપીએ ટેકનિકલ સપોર્ટની મદદથી મોબાઇલ ફોનના IMEI નંબરો ગેરકાયદેસર બદલી આપતો હોવાની કબુલાત કરી હતી. આ મોબાઇલ ફોન સિવાય બીજા કેટલા મોબાઇલ ફોનોના IMEI નંબરો બદલ્યા છે તેમજ તેણે આજ દિન સુધી કેટલા મોબાઇલ ફોનોના લોક ગેર કાયદેસર ખોલી આપ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે. જોકે પોલીસની પુછપરછમાં બીજી ચોંકાવનારી વિગત એ હતી કે આ શખ્સ કોઈ એન્જિનિયર કે સાયબરને લગતું પણ ભણ્યો નથી. આ માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેણે અગાઉ ૨૦૦૬ રિલીફ રોડ ઉપર આવેલી સુલતાન અહેમદ યમીતખાના ખાતેથી મોબાઇલ ફોન બાબતનો આઇ.ટી.આઇનો કોર્ષ કર્યો હતો અને છેલ્લા પંદર વર્ષથી મોબાઇલ ફોન રિપેરીંગનું કામ કાજ કરતો હતો.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT