રાજકોટમાં શાળાના અસહ્ય ફી વધારા સામે FRCનું મૌન શરમજનક: કોંગ્રેસ
રાજકોટ: રાજકોટમાં શાળાની ફીમાં થયેલા ધરખમ વધારાને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળાઓની ફીને લઈને એફઆરસી ના માથે ઘણી જવાબદારીઓ છે. શાળાની ફીમાં…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટમાં શાળાની ફીમાં થયેલા ધરખમ વધારાને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળાઓની ફીને લઈને એફઆરસી ના માથે ઘણી જવાબદારીઓ છે. શાળાની ફીમાં અઢળક વધારો કરવાના એફઆરસી (ફી નર્ધારણ કમિટિ) ના નિર્ણયનો એનએસયુઆઈ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે બુધવારે એનએસયુઆઈએ એફઆરસી ની કચેરીને તાળાબંધી કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારે ઉહાપોહ મચ્યો હતો. જોકે દરવખત જેમ થાય છે તેમ વિરોધ કરનાર એનએસયુઆઈના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.
PAKમાં ખુલ્લેઆમ ફરતો દેખાયો હિજબુલ ચીફ સલાહુદ્દીન, આતંકીની અંતિમયાત્રામાં ભારત સામે ઝેર ઓક્યું
જેમતેમ હિસાબો બતાવી ફી વધારો માગી રહ્યા છેઃ કોંગ્રેસ
રાજકોટની ખાનગી શાળોના ફી વધારાને લઈ વાલીઓની ચિંતાઓ વધી ગઈ છે. વાલીઓનો આ પછી આક્ષેપ છે કે, ખાનગી શાળાઓ અસહ્ય ફી વાધરો કરી રહી છે અને એફઆરસી પણ આ શાળાઓની તરફેણ કરી રહી છે. શિક્ષણ માફિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરવા માટે જેમતેમ હિસાબો બતાવે છે અને ફી વધારો કરવાની પરવાનગી લઈ રહ્યા છે. રાજકોટ કોંગ્રેસ અને એનએસયુઆઈએ એફઆરસીનો વિરોધ કરતા આ કમિટિને ખાનગી શાળાઓને કમાણી કરાવતી કમિટિ જણાવી હતી.
બોલો… ભુજ પાલિકાની બેદરકારી કે કટકી?: 18 વર્ષથી નાની કિશોરીને મેરેજ સર્ટી બનાવી દીધું
એક જ કમિટી ઓડિટ કેવી રીતે કરી શકે?- કોંગ્રેસ
એનએસયુઆઈના રોહિત રાજપૂતે આ અંગે કહ્યું, એફઆરસી શાળાઓની ઉઘાડી લૂંટને કાયદેસરનો પરવાનો આપવાનો ગોરખધંધો કરે છે, પણ સરકાર અને તંત્ર ચૂપ છે આ બાજુ વાલીઓ પીસાઈ રહ્યા છે. એનએસયુઆઈ અને કોંગ્રેસી કાર્યકરો દ્વારા રાજકોટ સ્થિત એફઆરસી કમિટિની કચેરીએ તાળાબંધી કરી લીધી હતી અને ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે એફઆરસી અંગે કહ્યું કે, સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધારે શાળાનું એક જ કમિટિ ઓડિટ કઈ રીતે કરી શકે? જે સ્કૂલ્સ ફી વધારાની અરજી કરે છે અને સંચાલકો અપેક્ષિત ફીની મંજૂરી માગે છે તે બધા મામલાઓમાં એફઆરસી મંજૂરી આપી દે છે.
ADVERTISEMENT
બજેટ સત્ર પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, વિધાનસભામાં ધારાસભ્યોને સોંપવામાં આવી જવાબદારી
હાઈકોર્ટ સુધી જવાની તૈયારીમાં…
રોહિત રાજપૂતે ઉમેર્યું હતું કે, વર્ષ 2017થી 2023 સુધીમાં નામાંકિત ખાનગી શાળાઓની ફીના ફેરફારોને એફઆરસીએ મંજૂર કર્યા છે. તેમાંની મોટાભાગની શાળાઓ સોગંદનામામાં ખોટમાં સંસ્થા ચાલતી હોવાનું દર્શાવે છે. જોકે કોઈ પણ પ્રકારની ઉલટ તપાસ વગર એફઆરસીએ તેમની વાતને સ્વિકારી લોલમલોલ કામગીરી કરી છે. SNK સ્કૂલ મામલે અમારી પાસે પુરાવા પણ છે કે તેમણે અનેક માહિતીઓ અને ખર્ચ ખોટી રીતે દર્શાવ્યા છે, પણ એફઆરસીએ તેને મંજૂરી આપી દીધી છે. જો આવી જ રીતે એફઆરસી સાંઠગાઠથી કામ કરે તો વાલીઓને લાભ મળે કે આવા શિક્ષણ માફિયાઓને? આ રીતે થયેલા ફી વધારા સામે જરૂર પડશે તો હાઈકોર્ટમાં પણ જવાની તૈયારી દર્શાવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT