ભ્રષ્ટાચારીઓનો અમૃતકાળ, પ્રજાને વિષપાન? અમદાવાદના વિવિધ બ્રિજના કામોના પોપડા કોંગ્રેસે ખોલ્યા
અમદાવાદઃ હાલમાં ચાલી રહેલા સમયને ભાજપ દ્વારા સરસ નામ આપવામાં આવ્યું હતું અમૃતકાળ પરંતુ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને અન્ય કેટલાક કોર્પોરેશનના કામોની વિગતો જે રીતે…
ADVERTISEMENT
અમદાવાદઃ હાલમાં ચાલી રહેલા સમયને ભાજપ દ્વારા સરસ નામ આપવામાં આવ્યું હતું અમૃતકાળ પરંતુ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને અન્ય કેટલાક કોર્પોરેશનના કામોની વિગતો જે રીતે સામે આવી રહી છે તે જોતા સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ અમૃતકાળ કોનો છે પ્રજાનો કે ભ્રષ્ટાચારીઓનો? અમદાવાદના હાટકેશ્વર બ્રિજને 5 જ વર્ષમાં બંધ કરી દેવાની નૌબત આવી ગઈ છે ત્યાં આ જ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પરના બ્રિજનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તે પણ 100 કરોડમાં. આવા ઘણી સ્ફોટક માહિતીઓ સાથે કોંગ્રેસના નેતા દ્વારા ભાજપ પર ખુબ આકરા આરોપો મુકવામાં આવ્યા છે.
#Ahmedabad ના હાટકેશ્વર બ્રિજની હાલત 5 વર્ષમાં જ ભંગાર જેવી થવા મામલે @AmdavadAMC ના વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે કહ્યું, માત્ર આ જ બ્રિજ નહીં પણ બીજા એક બ્રિજનું પણ કામ આપવામાં આવ્યું છે. ભાજપે 2.37 કરોડનો દંડ પણ કોન્ટ્રાક્ટરને ઘટાડીને 23 લાખ કરી આપ્યો છે.#Gujarat #GujaratTak pic.twitter.com/rRJhfC8JlF
— Gujarat Tak (@GujaratTak) February 27, 2023
ઉમેશપાલ હત્યાકાંડનો આરોપી ઠાર, PI પર ગોળીબાર બાદ કાર્યવાહી
ભાજપ નેતાઓએ કોન્ટ્રાક્ટરની 2.37 કરોડની પેનલ્ટી 23 લાખ કરી આપી
અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે કહ્યું કે, કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ કુાં દ્વારા અગાઉ કરેલા ગોતા રેલ્વે ફલાયઓવર બ્રિજના કામ બાબતે વહીવટી તંત્ર દ્વારા રૂા. 2.37 કરોડની પેનલ્ટી પણ કરવામાં આવી હતી. સત્તાધારી ભાજપના મળતીયા હોવાના તથા રાજકીય દબાણને કારણે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા પેનલ્ટી ઘટાડીને ભલામણની રકમની ટોકન માત્ર ૧૦% એટલે કે રૂા. 23.69 લાખની કરી દેવામાં આવી હતી. તેમજ બ્રિજ બન્યા બાદ ટેન્ડરની શરતોનુસાર તેનો ફરજિયાત લોડ ટેસ્ટીંગ કરવાનો થાય છે તે ટેસ્ટીંગ કોન્ટ્રાકટર, ડીઝાઇન કન્ટલટન્ટ, થર્ડ પાટી ઇન્સ્પેકશન કરનારી એજન્સી તથા મ્યુનિ. કોર્પોના અધિકારીની હાજરીમાં કરવાનો થાય છે તેનો રિર્પોટ આવ્યા બાદ જ વપરાશ માટે લાયક છે કે કેમ ? તે ખબર પડે છે તેમજ દરેક બીમ તથા પિલ્લરના કન્ટ્રકશન સમયે કોંક્રીટના ક્યુબ ટેસ્ટીંગ સમયાંતરે પણ કરવાના થાય છે, તે અલગ અલગ લેબોરેટરીમાં તે ક્યુબનો ટેસ્ટીંગ કરી તેનો રિર્પોટ આપે છે. આ તમામ બાબતો ટેન્ડરની શરતોમાં સામેલ હોય છે. જેથી બ્રિજના કન્સ્ટ્રકશન સમયે પણ ટેન્ડરની શરતોનો અમલ કરેલો નથી. જેથી તે બ્લેકલીસ્ટ થવાને પાત્ર બને છે, તેમ છતાં તે બાબતે કોઇ કાર્યવાહી કેમ કરેલી નથી ? જે રાજકીય પીઠબળ ધરાવતા ભાજપના મળતીયા કોન્ટ્રાકટર હોવાનો સ્પષ્ટ પુરાવો બની જાય છે.
ADVERTISEMENT
દેવાના બોજ હેઠળ પરિવારને દબાવી યુવતીઓને ધંધે બેસાડવા બાબતે લોહિયાળ ધિંગાણું, જાણો કેટલા ઘાયલ
100 કરોડના ખર્ચે બનાવી રહી છે નવો બ્રિજ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હાટકેશ્વર બ્રિજના કામમાં મટીરીયલ્સ તથા કામની ગુણવત્તા જળવાઇ નથી. જેને કારણે બ્રિજ વપરાશ માટે યોગ્ય રહેવા પામ્યો નથી તે હાટકેશ્વર બ્રિજ છે. આ કામના કોન્ટ્રાક્ટર અજય એન્જીનીયરીંગ કુાં દ્વારા હાલ રૂા.૧૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત પલ્લવ ચાર રસ્તા બ્રિજ બનાવવાનું કામ છેલ્લા એક વર્ષથી ચાલુ છે તો અમારી માંગણી છે કે બ્રિજના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તે કામની ગુણવત્તા જળવાવી જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય પણ છે જેથી અજય એન્જીનીયરીંગ કુાં દ્વારા અગાઉ થયેલા કામો તથા હાલમાં ચાલતાં પલ્લવ ચાર રસ્તા બ્રિજના કામો બાબતે થતી કામગીરી તથા કામમા વપરાતાં મટીરીયલ્સ જેવા કે સ્ટીલ સિમેન્ટ વિ. ની ગુણવત્તા બાબતે પુરતી તપાસ કરવી જરૂરી જ નહીં પણ અનિવાર્ય બની જાય છે. તેથી પલ્લવ ચાર રસ્તા બ્રિજના કામો બાબતે થતી કામગીરી તથા કામમાં વપરાયેલી સ્ટીલ સિમેન્ટ વિ. ની ગુણવત્તા બાબતે પુરતી નિષ્પક્ષ વિજીલન્સ તપાસ કરાવવા તેમજ આ બાબતે જે કોઇ કસુરવાર હોય તેની સામે કાનુની કાર્યવાહી કરવી જોઇએ.
‘બહુમતિના જોરે પાસ કરાવી નાખ્યો ઈમ્પેક્ટ ફી કાયદો’ કોંગ્રેસે બિલને ન આપ્યું સમર્થન
વિજીલન્સ તપાસની કોંગ્રેસે કરી માગ
સત્તાધારી પક્ષ દ્વારા પોતાની મનમાની કરી શકે ગેરવહીવટ અને ભષ્ટ્રાચાર દ્વારા પોતાના મળતીયા અને કોન્ટ્રાકટરોને ફાયદો કરાવી શકે અને મનમુકીને ભષ્ટ્રાચાર કરવાનો તેમને ખુલ્લો ઇજારો મળી જાય તેવી પરિસ્થિતીનું સર્જન ભા.જ.પ. દ્વારા કરવામાં આવે છે. જેથી થોડા સમય પહેલાં મોરબી ખાતે થયેલી પુલ દુર્ઘટના, તેમજ સુરત ખાતે થયેલા બ્રિજનો બીમ પડી જવાની ઘટનામાંથી બોધપાઠ લઇને અજય એન્જીનીયરીંગ કુાં દ્વારા અગાઉ થયેલા કામો તથા હાલમાં ચાલતા પલ્લવ ચાર રસ્તા બ્રિજના કામો બાબતે થતી કામગીરી તથા કામમાં વપરાયેલા સ્ટીલ સિમેન્ટ વિ. ની ગુણવત્તા બાબતે પુરતી નિષ્પક્ષ વિજીલન્સ તપાસ કરાવવા કોંગ્રેસે માગ કરી છે. આ બાબતે જે કોઇ કસુરવાર હોય તેની સામે કાનુની કાર્યવાહી કરવા તેમજ કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ કુાં ને તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT