પપ્પૂ યાદવના કાફલાનો મોડી રાત્રે ભયાનક અકસ્માત, ઘણા નેતા ઘાયલ, કારના કચ્ચરઘાણ
રોહિતકુમાર સિંહ.પટણાઃ જન અધિકાર પાર્ટી (JAP) ના પ્રમુખ પપ્પૂ યાદવ સોમવાર મોડી રાત્રે ભીષણ દૂર્ઘટનાનો શિકાર થઈ ગયા છે. ઘટના એટલી જોરદાર હતી કે પપ્પૂ…
ADVERTISEMENT
રોહિતકુમાર સિંહ.પટણાઃ જન અધિકાર પાર્ટી (JAP) ના પ્રમુખ પપ્પૂ યાદવ સોમવાર મોડી રાત્રે ભીષણ દૂર્ઘટનાનો શિકાર થઈ ગયા છે. ઘટના એટલી જોરદાર હતી કે પપ્પૂ યાદવની સુરક્ષામાં તૈનાત સ્કવોડની કાર પલટીને રોડના કિનારે જતી રહી. ત્યાં જ કાફલામાં શામેલ એક બીજી ગાડીના કચ્ચરઘાણ વળી ગયા હતા. ગાડીનો આગળનો ભાગ સાવ ભંગારમાં ફરી વળ્યો હતો.
વડાપ્રધાન કરતા વધારે પગાર, ધરપકડ પણ નથી થઇ શકતી જાણો કેવો દબદબો હોય છે રાજ્યપાલનો
આ ભયાનક અકસ્માતમાં પપ્પુ યાદવ કોઈક રીતે બચી ગયા હતા. જો કે, તેમના કાફલા સાથેના કેટલાક નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટના સોમવારે મોડી રાત્રે અરરાહ અને બક્સરની વચ્ચે બ્રહ્મપુર ફોરલેન પર બની હતી. જણાવી દઈએ કે પપ્પુ યાદવ સારણ જિલ્લામાંથી પરત ફરી રહ્યો હતો. તે મુબારકપુર ઘટનામાં પીડિત પરિવારને મળવા આવ્યો હતો. પરત ફરતી વખતે, તેમના કાફલાને મોડી રાત્રે આરા-બક્સર વચ્ચે બ્રહ્મપુર ફોરલેન પર ભયાનક અકસ્માત થયો હતો.
ADVERTISEMENT
જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ઓવરટેક કરવાને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રકને ઓવરટેક કરવાને કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં પપ્પુ યાદવની સુરક્ષામાં તૈનાત ઘણા જવાન પણ ખરાબ રીતે ઘાયલ થયા છે.
શું હતી મુબારકપુર ઘટના?
બિહારના સારણ જિલ્લાના માંઝી બ્લોકના મુબારકપુરમાં સ્થાનિક મુખ્ય પ્રતિનિધિ વિજય યાદવે ગામના 3 યુવકો પર તેમની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિજયે તેના સમર્થકો સાથે મળીને તે 3 યુવકોને એક રૂમમાં બંધ કરીને તેમની સાથે મારપીટ કરી હતી. બેરહેમીથી માર મારતાં ત્રણેય યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. આ યુવકોમાંથી એક 35 વર્ષીય અમિતેશ સિંહ રાજપૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તે જ સમયે, બે યુવકો આલોક સિંહ અને રાહુલ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમિતેશ સિંહ રાજપૂતના કેસમાં પોલીસે વિજય સહિત 5 નામના અને 50 અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. વિજય યાદવના ભાઈ જતુલ યાદવની પોલીસે ધરપકડ કરી લીધી છે. પરંતુ ઘટના બાદ વિજય યાદવ ફરાર છે.
ADVERTISEMENT
SBI Scam: ખેડૂતોને ખવડાવ્યા ધક્કા, કંટાળીને પુછવાનું બંધ કરતા કૌભાંડની શરૂઆત
કેવી રીતે શરૂ થયો વિવાદ?
ઘટનાના દિવસે આરોપી વિજય યાદવનું નિવેદન સામે આવ્યું હતું. ત્યારથી તે આખા પરિવાર સાથે ફરાર છે. વિજય યાદવે કહ્યું હતું કે ચાર બાઇક સવાર યુવકો અમિતેશ, રાહુલ, આલોક અને ગડરા આવ્યા હતા. બધા તેને મારવાની વાત કરતા હતા. વિજયે કહ્યું કે આ લોકોએ તેના પર ફાયરિંગ કર્યું. જોકે, તે હુમલામાં બચી ગયો હતો. દરમિયાન ગામના અન્ય લોકો પણ આવી ગયા હતા અને તેઓએ ભેગા મળીને ફાયરિંગ કરનારા લોકોને માર માર્યો હતો. અમિતેશ, રાહુલ અને આલોકને માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ ચોથો યુવક ગદરા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો કે, લડાઈમાં ઘાયલ થયેલા રાહુલ સિંહે નિવેદન આપ્યું હતું કે તે ખેતરમાં ચિકન ખરીદવા ગયો હતો, તે દરમિયાન વિજય યાદવે તેના પર ફાયરિંગ કર્યું અને તેના માણસોને લાકડીઓ વડે માર માર્યો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT