તબેલે તાળા મારવાની મથામણઃ બાલાસિનોરમાં MGVCLએ કનેક્શન કાપી લેતા, નગરપાલિકા ટેક્ષ વસુલવા નીકળી
વિરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકા દ્વારા MGVCLના બાકી 2.87 કરોડ નહીં ભરવામાં આવતા MGVCL દ્વારા સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જેના…
ADVERTISEMENT
વિરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકા દ્વારા MGVCLના બાકી 2.87 કરોડ નહીં ભરવામાં આવતા MGVCL દ્વારા સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે સમગ્ર બાલાસિનોર શહેરના રસ્તાઓ પર રાત્રી દરમ્યાન અંધારપટ છવાઈ જતા સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. જેના કારણે નગરપાલિકાની કિરકિરી થવા લાગી હતી. જે પછી જાણે હવે ઘોડા ભાગી ગયા પછી તબેલે તાળા મારવાનું યાદ આવ્યું હોય તેમ નગરપાલિકા એક્શન મોડમાં આવી ગયું છે. નગરપાલિકાની આવકમાં વધારો કરવા માટે બુધવારથી ટેક્ષ વસુલાતની કડક કામગીરી હાથ ધરી છે.
બજેટમાં રૂ.7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3-6 લાખના સ્લેબમાં 5 ટકા ટેક્સ કેમ? સરળ શબ્દોમાં સમજો ગણિત
7 કરોડની વસુલાત બાકી
બાલાસિનોર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં જે રહેણાક તેમજ ખાનગી અને સરકારી વાણિજ્ય ઇમારતોના ટેક્ષ બહુ સમયથી ભરપાઈ કરેલા નથી તેવા બાકીદારોનું લિસ્ટ બનાવી કડક વસુલાત કરવાની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત વેરો નહીં ભરતા ખાનગી તેમજ સરકારી વાણિજ્ય એકમોને સીલ પણ મારવામાં આવી રહ્યા છે. જેના કારણે વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળેલી માહિતી મુજબ અંદાજિત 7 કરોડ રૂપિયાનું લેણું બાલાસિનોર નગરપાલિકામાં ઉઘરાવવાનું બાકી છે.
ભાષણ દરમિયાન નાણામંત્રીની જીભ લપસી, ઓલ્ડ વ્હીકલ પોલિસીના બદલે જાણો શું બોલી ગયા
48 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું
નોંધનીય છે કે બાલાસિનોર નગરપાલિકા દ્વારા MGVCLના બાકી નાણાં નહીં ભરવામાં આવતા MGVCL દ્વારા ગઈકાલે તમામ સ્ટ્રીટ લાઇટના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. બાલાસિનોર નગરપાલિકા પાસે MGVCL 2.87 કરોડ વીજ બિલ પેટે માગી રહી છે. જે સંદર્ભે MGVCL દ્વારા બાલાસિનોર નગર પાલિકા વીજ બિલ ન ભરતા આખરે બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઈટના કનેક્શન એટલે કે સપ્લાય કાપી નાખવામાં આવ્યો છે. આ કારણે શહેરમાં હાલ અંધારપટ છવાયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 2કરોડ 87 લાખ રૂપિયા વીજ બિલ બાકી હોવાથી આ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. MGVCL દ્વારા નગરપાલિકામાં 2થી 3 વાર નોટિસ ફટકારવામાં આવી હતી અને અંતે સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નાખવા 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. છતાં પાલિકા વીજ બિલ ન ભરતા આખરે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને રોડ રસ્તાઓ પર અંધારપટ છવાતાં લોકોને ભારે હલાલી પડી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે બાલાસિનોર નગરપાલિકા વેરા બાકીદારો પાસેથી વેરાની વસુલાત કેટલી જલ્દી કરીને ક્યાં સુધીમાં MGVCLના બાકી નાણાં ભરીને સમગ્ર શહેરના રસ્તસો ફરી એકવાર રોશનીથી ઝગમગતા કરેશે?
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT