અમદાવાદઃ ફોર્ચ્યૂનર ભટકાવી દરવાજો ખોલવો ભારે પડ્યો ‘બાપનો બગીચો’ કેસમાં 7ની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદના એસપી રિંગ રોડ પર શિલજ નજીક આવેલા બાપનો બગીચો કાફેમાં થોડા દિવસ પહેલા તોડફોડ અને ફાયરિંગ કરવાનો બનાવ બન્યો હતો. જે કેસના ગઈકાલે…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના એસપી રિંગ રોડ પર શિલજ નજીક આવેલા બાપનો બગીચો કાફેમાં થોડા દિવસ પહેલા તોડફોડ અને ફાયરિંગ કરવાનો બનાવ બન્યો હતો. જે કેસના ગઈકાલે જ સીસીટીવી સામે આવ્યા હતા જેમાં એક ફોર્ચ્યૂર્નર કાર દ્વારા કાફેના દરવાજે કાર ભટકાવી દરવાજો ફિલ્મી ઢબે ખોલવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કુલ 13 શખ્સો સામે નામ જોગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આજે આ મામલામાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બાકીના આરોપીઓની હવે શોધખોડ ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓને હવે કોર્ટમાં હાજર કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ થશે, જો ફેલ થયું તો થશે આ હાલ
ઘટનાની ટુંક વિગત
અમદાવાદના એસપી રિંગ રોડ પર શિલજ વિસ્તારમાં આવેલા બાપનો બગીચો કાફેમાં ગત 3 ફેબ્રુઆરીની રાત્રે કેટલાક શખ્સો દ્વારા મોડી રાત્રે કાફેમાં જમવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે જે તે સમયે આરોપ એવો લગાવાયો હતો કે આ શખ્સો દારુ પીધેલી હાલતમાં હતા જેથી તેમને કાફેમાંથી જતા રહેવા કહેવાયું હતું. જોકે તે દરમિયાન તેઓએ કાફેના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. જેના પછી તેઓ ત્યાંથી જતા રહ્યા અને કોઈ એક જગ્યાએ અન્ય મિત્રોને બોલાવી બાપ નો બગીચો કાફે પર વહેલી સવારે હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ મામલામાં ફાયરિંગ અને તોડફોડ કરવા ઉપરાંત લૂંટનો પણ બનાવ બન્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના ‘બાપનો બગીચો’ કેફેના CCTV: ગુંડાતત્વોએ મચાવ્યો આતંક, બંદૂક સાથે ઉતરી કાયદાના ઉડાવ્યા લીરેલીરા, SUV કાર દરવાજે ભટકાવી ખોલ્યો અને કરી તોડફોડ#Ahmedabad #GujaratPolice #CCTVFootage pic.twitter.com/A4hJYMdRSR
— Gujarat Tak (@GujaratTak) February 6, 2023
ADVERTISEMENT
હોસ્પિટલમાં ચોર ઓક્સિજનની પાઇપ ચોરી ગયા, 20 બાળકોના શ્વાસ અટકી ગયા
પોલીસ ફરિયાદમાં કોના નામ
શખ્સોએ લક્ઝૂરિયસ કાર દરવાજે ભટકાવીને કાફેનો દરવાજો ખોલ્યો હતો. જે પછી રિવોલ્વર અને દંડા સાથે ત્યાં ઉતરીને રીતસર તંગદીલીનું વાતાવરણ ઊભું કર્યું હતું. ફાયરિંગ અને ઉહાપોહ એવો મચાવ્યો કે અહીં સહુ કોઈના મનમાં ભય ઊભો થયો હતો. મામલાની જાણકારી મળતા બોપલ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આ મામલામાં તાત્કાલીક ધોરણે કાર્યવાહી હાથ ધરી અને વિશ્વનાથ પ્રહલાદસિંહ રઘુવંશી (વૈભવપાર્ક, સીટીએમ, અમદાવાદ), ભારત સંજય જોષી (રહે. શ્રીનંદનગર વિભાગ 1, વેજલપુર), રાહુલ રાકેશ બાદલ (રહે. રામેશ્વર રેસીડેન્સી કઠવાડા જીઆઈડીસી), મહાવીરસિંહ ભરતસિંહ ઝાલા (રહે. સુજન એપાર્ટમેન્ટ રામદેવનગર સેટેલાઈટ), વિક્રમ શુક્લા (રહે. લીલાનગર બાપુનગર બ્રીજ પાસે અમદાવાદ), સચીન રાજેન્દ્ર સોની (રહે રાધામંદિર ટાવર પાસે, ઈસનપુર), નિખીલ રવાની (રહે. વિવેકાનંદનગર, હાથીજણ), સોનુ શર્મા (રહે. જામફળવાડી, સીટીએમ, અમદાવાદ), ભુપેન્દ્ર કુશ્વાહ (બી કે ટેનામેન્ટ ક્રિષ્નાનગર, અમદાવાદ), પીંકલ રાજપૂત (દદ્દૂ પાર્ટી પ્લોટ પાસે અમરાઈવાડી), ઈરફાન તૈલી (રહે. વટવા), વિનોદસિંહ ભદોરીયા અને વિનય વિજય યાદવ (રહે વિંઝોલ, દસક્રોઈ, અમદાવાદ) સામે ગુનો નોંધ્યો હતો.
અદાણી મામલે રાહુલ ગાંધીના નરેન્દ્ર મોદીને આકરા સવાલોઃ ‘પહેલા મોદીજી અદાણીનું પ્લેન વાપરતા, હવે અદાણી મોદીજીનું’
જે કાર ભટકાવી દરવાજો ખોલ્યો તે કાર પણ જપ્ત
પોલીસે આ મામલામાં વિશ્વનાથ રઘુવંશી, ભારત સંજય જોશી, રાહુલ રાકેશ બાદલ, મહાવીર ભરતસિંહ ઝાલા, સોનું શર્મા, ઈરફાન તૈલી અને વિનય યાદવની ધરપકડ કરી લીધી છે. આ સિવાયના બાકીના શખ્સોની પોલીસ હજુ શોધખોળ કરી રહી છે. આ સંદર્ભે બોપલ પોલીસ મથકના ઈન્સપેક્ટર એ પી ચૌધરીએ કહ્યું કે, આ ઘટનામાં પોલીસે કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત પોલીસે જે કાર ભટકાવીને દરવાજો ખોલવામાં આવ્યો હતો તે ફોર્ચ્યૂનર કાર સાથે, રિવોલ્વર, 3 કાર્ટિઝ, પિસ્ટલ મેગ્ઝીન, લૂંટ કરવામાં આવેલા 2.82 લાખ કબ્જે કર્યા છે. સાથે જ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ હાલ કબ્જે લેવામાં આવ્યા છે. જોકે આ ઘટનામાં અન્ય એક બ્લેક રંગની ફોર્ચ્યૂનર કાર હતી જે ભુપેન્દ્રની હતી તે રિકવર કરવાની તજવીજ ચાલી રહી છે સાથે જ અન્ય આરોપીઓને પણ જલ્દી જ કાયદાનો પાઠ ભણાવવામાં આવશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT