લગ્ન પહેલા અક્ષરે મેહાને આપી વૈભવી કાર, વડોદરામાં મેહા પટેલ સાથે લેશે ફેરા, થઈ મહેંદી સેરેમની

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ ટીમ ઇન્ડિયાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર અને બાપુના હુલામણા નામથી જાણીતા અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે વડોદરામાં આવતીકાલે લગ્નગ્રંથિથી જોડાશે. વડોદરામાં જેડ ગાર્ડન ખાતે બારાત અને લગ્નનો મુખ્ય કાર્યક્ર ૨૬ જાન્યુઆરીએ એટલેકે કાલે યોજાશે. જોકે આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે. જોકે અક્ષરે મેહાને તાજેતરમાજ એક લક્ષુરીયસ કાર ગીફટ કરી છે.

ખાસ મહેમાનોને લગ્ન-રિસેપ્શનમાં આમંત્રણ
હાલમાં ક્રિકેટરો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. તાજેતરમાં જ કે.એલ.રાહુલના આથીયા શેટ્ટી સાથે લગ્ન થયા ,ત્યારે હવે વધુ એક ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમતો અક્ષર પટેલ નડિયાદનો છે અને તેની મંગેતર મેહા પટેલ પણ નડિયાદની છે. જોકે લગ્ન માટે સ્થળ વડોદરા પસંદ કરવામાં આવ્યું, અને તમામ વિધિઓ પણ વડોદરા ખાતે યોજાઈ રહી છે. આવતીકાલે લગ્ન સમારો પણ વડોદરા ખાતે યોજવાના છે. અને ખાસ મહેમાનોને લગ્નનું ઈનવીટેશન આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય વધુ ખાસ મહેમાનોને રિસેપ્શનનુ ઈનવીટેશન અપાયું છે.

ADVERTISEMENT

એક પરિવાર, 7 લાશો અને ખૌફનાક ષડયંત્રઃ પોલીસ જેને સામુહીક આપઘાત સમજી, તે નીકળી હત્યા

વાઈફને એક લક્ઝુરયસ કાર પણ ગીફ્ટ કરી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ જેની સાથે લગ્ન કરવાના છે તે મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તેને ફરવાનો ખૂબ જ શોખ છે, તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ ફરવાનું પસંદ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, મેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાણવા મળ્યું છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. તે દુબઈ, ગોવા અને સ્કોટલેન્ડ ફરી ચૂકી છે. અક્ષર પટેલની મંગેતરે એક હાથ પર અક્ષરના નામ ટેટૂ પણ કરાવ્યું છે. મેહા અક્ષર સાથે પોતાનો ફોટો વારંવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અક્ષરે તેના 28મા જન્મદિવસના અવસર પર મેહાને ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જે બાદ બંનેએ એકબીજાને વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી હતી. એટલું જ નહીં અક્ષર પટેલે પોતાની મંગેતર અને વુડ બી વાઈફને એક લક્ઝુરયસ કાર પણ ગીફ્ટ કરી છે. એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, આ લગ્નની જ એડવાન્સ ભેટ અક્ષરે મેહાને આપી છે. ભેટમાં કાર આપતા અક્ષરે પોતાની ફીલીંગ પણ શેર કરી હતી, અક્ષરે કહ્યુ કે, મેહા મારી માટે ખુબ સ્પેશ્યલ છે. અમે છેલ્લા 10 વર્ષથી અમે એક બીજાને ઓળખીએ છે. અને સાથે છે. સ્પેશ્યલ ઓકેશન પર સ્પેશ્યલ પર્સનને સ્પેશ્યલ ગીફ્ટ આપું છું.

ADVERTISEMENT

ADVERTISEMENT

Pathaanની દીવાનગી, અડધી રાતનો શો ખુલતા જ હાઉસફુલ, કમાણીનો જબરદસ્ત રેકોર્ડ

ચાર દિવસ ચાલશે લગ્નના વિવિધ ફંક્શન્સ
મળતી માહિતી અનુસાર અક્ષર-મેહાના લગ્નનો આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે, જેમાં 24મીએ પિપલાદના શ્રીજી ઉપવનમાં મ્યુઝિકલ મહેંદી રસમ બાદ આજે વડોદરાની કબીર હોટેલમાં ગણેશ સ્થાપના અને માંડવા મૂહુર્ત તેમ જ હલ્દીના પ્રોગ્રામનું આયોજન છે. 26મીએ વેડિંગ બાદ 27મી જાન્યુઆરીએ નડિયાદ ખાતે આવેલ ઉત્તરસન્ડાના આરાધ્ય પાર્ટી લૉન્સમાં રિસેપ્શન યોજાશે. આ લગ્નમાં ભારત અને વડોદરાના કેટલાક જ ખેલાડીઓ સામેલ થશે. જો કે અક્ષર પટેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT